Home /News /tech /

Xiaomi Smart TV 5A સીરીઝ Dolby Audio અને Android TV 11ની સાથે લોન્ચ, ભાવ બજેટમાં

Xiaomi Smart TV 5A સીરીઝ Dolby Audio અને Android TV 11ની સાથે લોન્ચ, ભાવ બજેટમાં

Xiaomi Smart TV 5A Series

Xiaomi હવે Smart TV માર્કેટ પર પણ તેનો દબદબો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે કંપનીએ તેની નવી ટીવી સીરીઝને ભારતમાં રજૂ કરી છે જેનો ભાવ બજેટમાં રાખવામાં આવ્યો છે.

    Xiaomi એ હાલમાં જતેનાં ઘણાં ડિવાઇઝ દેશમાં લોન્ચ કર્યાં છે કંપનીએ તેનાં ફ્લેગશિપ સ્માર્ટફોન Xiaomi 12 Pro 5G અને Xiaomi Pad 5 Android ટેબલેટ લોન્ચ કર્યું છે. આ સાથે જ Xiaomi એ તેનું નવું Smart TV પણ રજૂ કર્યું છે. કંપનીએ Xiaomi OLED Vision ટીવી પણ લોન્ચ કર્યું છે.

    આ ઇવેન્ટમાં Xiaomi Smart TV 5A Series રજૂ કરવામાં આવ્યું છે. આ ટીવી સીરીઝને ત્રણ સ્ક્રીન સાઇઝમાં રજૂ કરવામાં આવ્યું છે. તેને 32 ઇંચ સાઇઝથી લિ 43 ઇંચની સાઇઝમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ત્રણેય ટીવી Android TV11 OS આઉટ ઓફ ધ બોક્સ પર કામ કરે છે.

    Xiaomi Smart TV 5A Series ની કિંમત અને ઉપલબ્ધતા

    Xiaomi Smart TV 5A 32 ઇંચ ટીવીનો ભાવ 15,499 રૂપિયા છે તેનાં 40 ઇંચ મોડલની કિંમત 22,999 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે તેનાં 43 ઇંચ મોડલનો ભાવ 25,999 રૂપિયા રાખવામાં આવ્યો છે. ત્રણેય સ્માર્ટ ટીવીની સેલ 30 એપ્રિલથી થશે.

    કસ્ટમર્સ તેને ઇ-કોમર્સ સાઇટ Flipkart ઉપરાંત Mi.com અને Mi સ્ટોર્સ પરથી ખરીદી શકે છે. કંપનીએ કહ્યું કે, જો આપ તેને HDFC બેંકનાં ક્રેડિટ કાર્ડથી ખરીદો છો તો એડિશનલ 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

    Xiaomi Smart TV 5A Series નાં ફિચર્સ અને સ્પેસિફિકેસન્સ

    Xiaomi Smart TV 5A Series 32-ઇંચનું મોડેલ HD રિઝોલ્યુશન સાથે આવે છે જ્યારે 40-ઇંચ અને 43-ઇંચના સ્માર્ટ ટીવી ફૂલ HD રિઝોલ્યુશન સાથે આવે છે. રિઝોલ્યુશન સાથે આવે છે. ત્રણેય સ્માર્ટ ટીવીમાં Xiaomiની Vivid Picture Engine ઇમેજ પ્રોસેસિંગ ટેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના વિશે કંપનીનો દાવો છે કે તે વધુ સારી રીતે જોવા માટે કલર અને કોન્ટ્રાસ્ટને વધારે છે.

    ઑડિયો માટે, 40-ઇંચ અને 43-ઇંચના ટીવીમાં 24W સ્પીકર સેટઅપ આપવામાં આવ્યું છે જ્યારે 32-ઇંચનું મૉડલ 20W સ્પીકરનો ઉપયોગ કરે છે. બધા સ્માર્ટ ટીવી ડોલ્બી ઓડિયો, DTS-X અને DTS-X વર્ચ્યુઅલને સપોર્ટ કરે છે.

    Xiaomi Smart TV 5A એન્ડ્રોઇડ ટીવી 11 આઉટ ઓફ ધ બોક્સ આધારિત Xiaomiનું પેચવોલ UI શ્રેણીમાં આપવામાં આવ્યું છે. આમાં IPL 2022 વિજેટ પણ આપવામાં આવ્યું છે. આમાં યુઝર્સને ગૂગલ આસિસ્ટન્ટ, ક્રોમકાસ્ટ, ગૂગલ પ્લે સ્ટોર અને પ્લે સર્વિસ માટે પણ સપોર્ટ આપવામાં આવ્યો છે.

    40-ઇંચ અને 43-ઇંચના સ્માર્ટ ટીવીમાં 1.5GB RAM અને 8GB સ્ટોરેજ છે. આ ટીવી ક્વાડ કોર A55 CPU સાથે આવે છે. 32-ઇંચનું મોડેલ 1GB RAM અને 8GB સ્ટોરેજ સાથે ક્વાડ-કોર A35 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. આમાં બ્લૂટૂથ 5.0ને સપોર્ટ આપવામાં આવ્યો છે. તેઓ ડ્યુઅલ બેન્ડ Wi-Fi સપોર્ટ, ઇથરનેટ પોર્ટ અને 3.5mm હેડફોન જેક સપોર્ટ સાથે આવે છે.

    કંપનીએ તેની સાથે તેનું પ્રીમિયમ Xiaomi OLED Vision TV પણ લોન્ચ કર્યું છે. ભારતમાં તેની કિંમત 89,999 રાખવામાં આવી છે. જો કે, તેને બેંક ઑફર્સ સાથે 83,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: TV, Xiaomi Phone, Xiaomi Smart TV, શ્યાઓમી

    આગામી સમાચાર