Home /News /tech /

Xiaomiના આ Smart TVનું આજથી સેલ, સાથે મળશે 80 વર્ષ માટે ફ્રી કન્ટેન્ટ

Xiaomiના આ Smart TVનું આજથી સેલ, સાથે મળશે 80 વર્ષ માટે ફ્રી કન્ટેન્ટ

અનેક ફીચર્સ સાથે સજ્જ શિયોમીના આ ટીવીની જાણો કિંમત અને ઓફર્સ...

અનેક સુવિધાઓથી સજ્જ શિયોમીના આ ટીવીની જાણો કિંમત અને ઓફર્સ...

    Xiaomiના સ્માર્ટ ટીવી Mi TV 4A Pro આજે એટલે કે 20 જાન્યુઆરીથી સેલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલમાં જ લોન્ચ કરવામાં આવેલા ટીવીને ગ્રાહક આજે બપોરે 12 વાગ્યાથી કંપનીની ઓફિશિયલ વેબસાઇટ mi.comથી ખરીદી શકશે. 43 ઇંચના આ ટીવીની વાત કરીએ તો Mi TV 4A Proને તમે 22,999 રૂપિયામાં ખરીદો શકો છો.

    આ ટીવીની ખાસિયતની વાત કરીએ તો શિયોમીનો દાવો છે કે શિયોમી Mi LED TV 4A Proમાં 7 લાખ કલાકથી વધુનું કન્ટેન્ટ છે. તેનો અર્થ એ થયો કે તમે આ ટીવીની સાથે મળેલી ફિલ્મ અને મનોરંજનના બીજા કાર્યક્રમ સતત 8 વર્ષ સુધી જોશો ત્યાં સુધી ખતમ નહીં થાય.

    Mi LED TV 4A Proના ફીચર્સ

    તેમાં 43 ઇંચનો ડિસ્પ્લે છે, જે Xiaomiના કસ્ટમ પેચવોલ OSની સાથે Android TV પર કામ ચાલે છે. આ ઉપરાંત તેમાં અલ્ટ્રા-બ્રાઇટ ડિસ્પ્લે છે અને તે 64-બિટ ક્વાડ-કોર પ્રોસેસર પર રન કરે છે. સ્ટોરેજના મામલે તેમાં 1GB RAM અને 8GBનું ઇન્ટરનલ સ્ટોરેજ છે.

    આ ટીવીની સૌથી ખાસ વાત એ છે કે તે AR11 બ્લૂટૂથ રિમોટ કન્ટ્રોલની સાથે આવે છે. આ ઉપરાંત તેમાં 20Wના મોટા સ્પીકર છે. કનેક્ટિીવિટી માટે તેમાં 3 USB પોર્ટ્સ, 3 HDMI પાર્ટ્સ અને 1 AV પોર્ટ ઉપરાંત બ્લૂટૂથ અને Wi-Fi જેવા ફીચર્સ સામેલ છે.

    આ પણ વાંચો, કોમ્પ્યૂટર યૂઝર માટે આવ્યાં ખરાબ સમાચાર, માઇક્રોસોફ્ટે લીધો મોટો નિર્ણય
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Mi, Smart tv, Xiaomi redmi, શ્યાઓમી

    આગામી સમાચાર