શિયોમી-સેમસંગ-વનપ્લસને પછાડીને નંબર 1 પર છે આ સ્માર્ટફોન

News18 Gujarati
Updated: December 8, 2019, 2:51 PM IST
શિયોમી-સેમસંગ-વનપ્લસને પછાડીને નંબર 1 પર છે આ સ્માર્ટફોન
જાણો કે કયા સ્માર્ટફોને બાજી મારી.. અને ક્યા ફોનને ટોપ 10 માં સ્થાન મળ્યું છે?

જાણો કે કયા સ્માર્ટફોને બાજી મારી.. અને ક્યા ફોનને ટોપ 10 માં સ્થાન મળ્યું છે?

  • Share this:
સ્માર્ટફોન કંપનીઓ દરરોજ નવા ફોન લૉન્ચ કરતી રહે છે. આપણને લાગે છે કે આપણી પાસે જે છે એ શ્રેષ્ઠ છે. શિયોમી યૂઝર્સોને લાગે છે કે તેમનો ફોન શ્રેષ્ઠ છે, સેમસંગ યૂઝરને લાગે છે કે તે શ્રેષ્ઠ ફોનનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ તે આવું નથી કારણ કે દર મહિને Antutu શ્રેષ્ઠ પ્રદર્શન ફોનની યાદી બહાર પાડે છે. ગયા અઠવાડિયે અન્ટુટુએ ઑક્ટોબર 2019ના શ્રેષ્ઠ Android સ્માર્ટફોનની યાદી બહાર પાડી હતી. જાણો કયો ફોન ટોપ 10 માં છે.

આ યાદીમાં પહેલા નંબર આસુસનો ROG Phone 2 (12GB+512GB) છે. તેનો કુલ સ્કોર 496226 છે. માહિતી માટે આ એક ગેમિંગ સ્માર્ટફોન છે, જેની પ્રારંભિક કિંમત 37,999 રૂપિયા છે.

વનપ્લસ 7 ટી પ્રો OnePlus 7T Pro (8GB+256GB) એ બીજા નંબર પર પોતાનું સ્થાન બનાવ્યું છે, જેનો સ્કોર 482175 છે. વનપ્લસના 8 જીબી + 128 જીબી વેરિએન્ટ્સ સાથેનો વનપ્લસ 7 ટી ફોન પણ ત્રીજા નંબરે છે, જેનો કુલ સ્કોર 475086 છે. આ ઉપરાંત ચોથા અને પાંચમાં વનપ્લસ, વનપ્લસ 7 પ્રો અને વનપ્લસ 7 ના પણ ફોન છે.આ લિસ્ટમાં સેમસંગના નોટ 10+ એ આ યાદીમાં છઠ્ઠા ક્રમે પોતાનું સ્થાન બનાવ્યું છે, જેનો કુલ સ્કોર 449910 છે. ફરી આસુસ ઝેનફોન 6 (2019) નું વેરિએન્ટ 6જીબી+ 128 જીબી હાજર છે.

સેમસંગે આઠમા, નવમા અને દસમા ક્રમે પણ સ્થાન મેળવ્યું છે. તેમાં આઠમા સ્થાને સેમસંગ નોટ 10+ (128GB + 256GB), નવમા સ્થાને સેમસંગ નોટ 10+ 5G (128GB + 256GB વેરિએન્ટ્સ) અને 10 માં નંબર પર સેમસંગ નોટ 10 છે.
First published: December 8, 2019, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading