આજથી Xiaomiના સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી થયા મોંઘા, અહીં જાણો કિંમતમાં કેટલો થયો વધારો

(પ્રતીકાત્મક તસવીર)

Xiaomi કંપનીનું કહેવું છે કે, સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવીની કિંમતમાં 1 જુલાઈથી 3થી 6 ટકા જેટલો વધારો થશે

  • Share this:
નવી દિલ્હી. આજથી એટલે કે 1લી જુલાઇથી Xiaomiના સ્માર્ટફોન (Xiaomi Smartphone) અને સ્માર્ટ ટીવી (Xiaomi Smart TV) ના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. કોરોનાના કારણે આ સેક્ટરમાં પણ ભાવમાં વધારો થયો છે. કંપનીનું કહેવું છે કે, સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવીની કિંમતમાં 1 જુલાઈથી 3થી 6 ટકા જેટલો વધારો થશે. અત્યારે કંપની સામે ઉપકરણની ઉણપ અને હાઈ શિપિંગ ચાર્જ જેવા પડકારો છે.

Xiaomiના પ્રવક્તાએ આ બાબતે કહ્યું હતું કે, ગત વર્ષથી સપ્લાઈ ચેનમાં અછતનો સામનો કરવો પડી રહ્યો છે. માંગ અને પુરવઠામાં બહુ મોટો ગેપ પડ્યો છે. જેથી સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં ઉપયોગમાં લેવાતા ચિપસેટ, ડિસ્પ્લે પેનલ, ડિસ્પ્લે ડ્રાઇવર, બેક પેનલ અને બેટરી જેવા ઉપકરણોની કિંમતમાં પણ સતત વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો, Gold Silver Price Today: ખુશખબર! સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 10 હજાર રૂપિયા સસ્તું મળી રહ્યું છે ગોલ્ડ, જાણો લેટેસ્ટ રેટ્સ

શિપિંગ ચાર્જમાં વધારો થતાં કંપનીઓ મૂંઝાઈ

આ ઉપરાંત શિપિંગ ચાર્જમાં પણ વધારો થતાં તમામ ટેકનોલોજી કંપનીઓને અસર થઈ છે. જેમાં Xiaomi પણ શામેલ છે. પ્રવક્તાનું કહેવું છે કે, શક્ય હોય ત્યાં કિંમત સંતુલિત રાખવાનો પ્રયત્ન થયો છે. અમારી કેટલીક પ્રોડક્ટની કિંમતમાં વધારો થયો છે. 1 જુલાઈથી સ્માર્ટ ટીવીની કિંમતમાં 3થી 6 ટકાનો વધારો જોવા મળશે તેવું પણ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો, 2 મિનિટમાં કાર બની ગઈ એરક્રાફ્ટ! 8200 ફુટની ઊંચાઈ પર ભરી સફળ ઉડાન, જાણો ફ્લાઇંગ કારની ખૂબીઓ

LED ટીવીની કિંમત પણ વધશે

વૈશ્વિક બજારમાં પેનલના ભાવમાં વધારો થયો છે. ઉપરાંત લોજિસ્ટિક્સ ખર્ચમાં ઉછાળો આવતા LED ટીવીના ભાવમાં પણ આ મહિનામાં 3થી 4 ટકાનો વધારો થવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં પણ ઓપરેટિંગ કિંમતમાં વધારો થયો હતો. આ વધારો દરિયાઈ માર્ગે પરિવહનના ચાર્જ અને સ્થાનિક પરિવહનની કિંમતમાં ઉછાળાના કારણે થયો છે.

ઈલેક્ટ્રોનિકસની આખી સિરીઝમાં ટીવી એપ્લાયન્સ અને કન્ઝ્યુમર સૌથી મોટા સેગમેન્ટ પૈકીના છે. તેની સેલ વેલ્યુ લગભગ રૂ. 25000 કરોડ છે. ઉદ્યોગ સંગઠન દ્વારા અપાયેલા જોઈન્ટ રિપોર્ટ મુજબ 2024-25માં ટીવીનું બજાર 284 લાખ યુનિટ જેટલું થઈ જાય તેવી આશા છે. જે 2018 19માં 175 લાખ યુનિટ જેટલું હતું.
First published: