2019માં અનેક કંપનીઓ તેમના ફોલ્ડેબલ સ્માર્ટફોનથી દુનિયાને ચોંકાવનારી છે. થોડા દિવસો પહેલા જ સેમસંગ અને હુવાઇના ફોલ્ડેબલ ફોનની ઝલક જોવા મળી છે. ત્યાં હવે આ જ કડીમાં ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શિયોમી પણ તેનો ફોલ્ડેબલ ફોન લોંચ કરશે, આ પહેલી વખત નથી કે શિયોમીના ફોલ્ડેબલ ફોન વિશે માહિતી આવી છે.
શિયોમીએ તેના ફોલ્ડબેલ ફોનનો નવો વીડિયો શેર કર્યો છે. શિયોમીનો ફોલ્ડેબલ ફોનનો વીડિયોમાં જોઈ શકાય છે કે કંપની ડબલ ફોલ્ડબલ સ્માર્ટફોન લોન્ચ કરશે. જો આવું થાય તો, શિયોમી દુનિયાની સૌથી પહેલી એવી કંપની હશે જે બે વખત ફોલ્ડ થાય તેવો સ્માર્ટફોન લોન્ચ કરશે. " isDesktop="true" id="855313" >
જોકે, શિયોમીએ ફોનની સુવિધા વિશે કોઈ માહિતી આપી નથી. આ વર્ષે જાન્યુઆરીમાં શિયોમીના આ ફોનની પહેલી ઝલક જોવા મળી હતી. નવા વીડયોમાં જોઈ શકાય છે કે ફોલ્ડિંગ કર્યા બાદ ડિસ્પ્લે બદલવા પર સૉફ્ટવેર અને આયકન પણ બદલાવ થઇ રહ્યો છે.
સેમસંગે પણ તેના ફોલ્ડેબલ ફોનનો એક વીડિયો રજૂ કર્યો છે અને એવો દાવો કર્યો છે કે આ ફોન કોઈપણ મુશ્કેલી વખત 2 લાખ વખત ફોલ્ડ કરી શકાય છે. કંપનીએ આ માટે ફોલ્ડ ટેસ્ટનો વીડિયો રજૂ કર્યો છે. સેમસંગ ગેલેક્સીમાં ઇનફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે આપવામાં આવી છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર