24 એપ્રિલે લોન્ચ થશે Xiaomiનો આ નવો સ્માર્ટફોન

Xiaomiએ ભારતમાં વધુ એક ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે

News18 Gujarati
Updated: April 15, 2019, 8:25 PM IST
24 એપ્રિલે લોન્ચ થશે Xiaomiનો આ નવો સ્માર્ટફોન
24 એપ્રિલે લોન્ચ થશે Xiaomiનો આ નવો સ્માર્ટફોન
News18 Gujarati
Updated: April 15, 2019, 8:25 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: Xiaomiએ ભારતમાં વધુ એક ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. શિયોમીએ ટ્વિટ કરી જણાવ્યું કે, 24 એપ્રિલે એક એવા સ્માર્ટફોન પરથી પદડો ઉઠશે, જે ખાસ સેલ્ફી માટે હશે. કંપનીએ જાહેરાત કરી છે કે, આવનાર ફોન Y સીરિઝનો હશે. ટીઝરમાં 'Y'થી એ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આવનાર Redmi Y3 હશે. આવું એટલા માટે પણ કેમ કે, આ પહેલાં Y સીરિઝના 2 સ્માર્ટફોન Redmi Y અને Redmi Y2 રજૂ કરાયા હતા. તો આ 'Y' બન્ને ફોનનું અપગ્રેડેડ વેરિએન્ટ Redmi Y3 હોઇ શકે છે.

ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે, આ લેટેસ્ટ ફોનમાં 32 મેગાપિક્સલનો Super સેલ્ફી કેમેરો હશે. કંપનીએ આનું ટીઝર જાહેર કર્યું છે. જેમાં જોઇ શકાય છે કે, આમાં વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવશે. કહેવાય છે કે, રેડમી નોટ 7ની જેમ Y3માં પણ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. આમાં 12+2 મેગાપિક્સલ ડ્યુઅર રિયર કેમેરા હોવાની પણ વાત સામે આવી છે.

 આ ફોનના લોન્ચને લઇને Xiaomiના ગ્લોબલ VP મનુ જૈને પણ ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું છે કે, ‘#32MP Super Selfie ફોન પરથી પડદો ઉચકાવવામાં થોડાક જ દિવસો બાકી છે. દિવસ યાદ રાખો. 24-04-2019’.

 આ પણ વાંચો: નોચ ડિસ્પ્લે ધરાવતો Honor 8A Proની આટલી હોઇ શકે છે કિંમત

કિંમતની વાત કરીએ તો આને લઇને કોઇ માહિતી સામે આવી નથી. પરંતુ આના પહેલાના વેરિએન્ટ પરથી અંદાજ લગાડવામાં આવે તો Redmi Y2 હાલ 8,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. તો આ ફોનની પણ કિંમત લગભગ 11થી 12 હજાર રૂપિયાની વચ્ચે હોઇ શકે છે.
First published: April 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...