Redmi Note 9 PRO આ દમદાર ફીચર્સ સાથે લૉન્ચ થયો, કિંમત જાણીને ચોંકી જશો

News18 Gujarati
Updated: March 12, 2020, 2:28 PM IST
Redmi Note 9 PRO આ દમદાર ફીચર્સ સાથે લૉન્ચ થયો, કિંમત જાણીને ચોંકી જશો
8 પૉઇન્ટમાં સમજો Redmi Note 9 PROના ફીચર્સ અને તે બીજા સ્માર્ટફોનથી કેમ ચડીયાતો છે...

8 પૉઇન્ટમાં સમજો Redmi Note 9 PROના ફીચર્સ અને તે બીજા સ્માર્ટફોનથી કેમ ચડીયાતો છે...

  • Share this:
નવી દિલ્હી : રેડમી નોટ 9 સીરીઝનો નવો સ્માર્ટફોન રેડમી નોટ 9 પ્રો (Redmi Note 9 PRO) લૉન્ચ થઈ ગયો છે. 4GB RAM અને 64GB સ્ટોરેજ મેમરીવાળા વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે. બીજી તરફ, 4G RAM અને 128GB સ્ટોરેજ મેમરીવાળા વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે. તેનું વેચાણ 17 માર્ચથી શરૂ થશે. તેને MI.COM ઉપરાંત અમેઝોન (Amazon) અને ફ્લિપકાર્ટ (Flipkart) ઉપરથી પણ ખરીદી શકાશે. આ ઉપરાંત રેડમી નોટ 9 પ્રો મેક્સ (Redmi Note 9 Pro Max) પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. 6GB RAM અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે અને 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 18,999 રૂપિયા છે. તેનું વેચાણ 25 માર્ચથી શરૂ થશે.

જાણો બંને ફોનના ફીચર્સ વિશે...

રેડમી નોટ 9 પ્રો (Redmi Note 9 PRO) -

(1) કંપની તરફથી જાહેર લાઇવ ઇવેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે રેડમી નોટ 9 પ્રો (Redmi Note 9 PRO) અને રેડીમી નોટ 9 પ્રો મેક્સ (Redmi Note 9 Pro Max) ડસ્ટ અને વૉટર રેજિસ્ટન્ટ છે.


(2) રેડમી નોટ 9 પ્રોમાં Wide+Ultra Wide કેમેરા છે. તેનાથી યૂઝર્સને ફોટોની મજા બેગણી થઈ જશે. 16 મેગાપિક્સલનો ડિસ્પ્લે કેમેરા છે. બીજી તરફ, 5 મેગાપિક્સલનો મેક્રો કેમેરા છે. 

(3) રેડમી નોટ 9 પ્રોને 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. રેડમી નોટ 9 પ્રો મેક્સ (Redmi Note 9 Pro Max)માં યૂઝર્સને 33 વૉટવાળી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. કંપનીનો દાવો છે કે માત્ર 30 મિનિટમાં અડધી બેટરી ચનર્જ થઈ જશે.

(4) જો આ સેગમેન્ટમાં અન્ય સ્માર્ટફોનથી રેડમી નોટ 9 પ્રોની તુલના કરવામાં આવે તો Vivo V17 અને Samsung A51ની જેમ જોરદાર ફીચરવાળા આ ફોનની કિંમત ઘણી ઓછી છે. તેમાં ક્વાલકમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર છે. આ ઉપરાંત 48 MP (Wide), 8MP (Ultra Wide), 5MP (Macro) અને 2MP (Depth) કેમેરા છે.


તેની બેટરીની વાત કરીએ તો તેમાં 5020 mAhના દમદાર બેટરી આપવામાં આવી છે. તેની સાથે જ તેમાં ગોરિલલ્લા ગ્લાસ 5 છે. Vivo V17 અને Samsung A51ની કિંમત 22-24 હજાર રૂપિયા છે.

(5) નવા રેડમી નોટ 9 પ્રો મેક્સમાં 6.67 ઇન્ચ ડિસ્પ્લે છે. અત્યાર સુધીના સ્માર્ટફોનમં) આપવામાં આવેલી આ સૌથી મોટી ડિસ્પ્લે છે. ડિવાઇસની પહોળાઇ નોઠ 8 પ્રો જેટલી જ છે. આ સ્માર્ટફોન ઑરા બેલેનસ ડિઝાઇનથી સજ્જ છે. આ સ્માર્ટફોનમાં 3.5 એમએમ હેડફોન જૈક, ઇન્ફ્રારેડ અમીટરની સાથે સાઇડ-માઉન્ટેડ (કિનારા પર) ફિંગરપ્રિન્ટ સેન્સર જેવા ફીચર્સ છે.

આ પણ વાંચો, WhatsAppનું નવું ફીચર! હવે પ્રાઇવેટ ચૅટ માટે રાખી શકશો Password

(6) ફિંગરપ્રિન્ટ સેન્સરને પાવર બટનમાં જ ઇન્ટિગ્રેડ કરવામાં આવે છે. રેડમી નોટ 9 પ્રો મેક્સમાં ફ્રન્ટ તથા બેક પર કૉર્નિંગ ગોરિલ્લા 5 ગ્લાસ આપવામાં આવ્યો છે. ઇવેન્ટમાં કંપનીએ જાણકારી આપી કે રેડમી નોટ સીરીઝનો આ પહેલો સ્માર્ટફોન છે જે સ્નેપડ્રેગન 700 સીરીઝની સાથે આવે છે. રેડમી નોટ 9 પ્રોમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર આપવામાં આવ્યું છે.

(7) કંપનીનું કહેવું છે કે બેટરી 20 દિવસથી વધુ સ્ટેન્ડબાય ટાઇમ, 210 કલાક મ્યૂઝિક પ્લેબેક, 26 કલાક વીડિયો પ્લેબેક ટાઇમ આપી શકે છે.

(8) રેડમી નોટ 9 પ્રો માટે પણ કંપનીએ ISROની સાથે ટાઇ-અપ કર્યું છે. એટલે કે આ ફોન ભારતીય નેવિગેશન એપ NavIC સપોર્ટ કરશે. આ ઉપરાંત જીપીએસ, ગ્લોનાસ અને બાયદૂ સપોર્ટ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો, Airtelએ લૉન્‍ચ કર્યા ત્રણ નવા જબરદસ્ત પ્લાન, મળશે આ ફાયદા
First published: March 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading