શરુ થયો Redmi Note 7 Proનો સેલ, ખરીદો આટલી ઓછી કિંમતમાં

News18 Gujarati
Updated: July 3, 2019, 12:40 PM IST
શરુ થયો Redmi Note 7 Proનો સેલ, ખરીદો આટલી ઓછી કિંમતમાં
Redmi સ્માર્ટફોન બિલકુલ નવી Aura Design સાથે આવે છે.

આ ફોન અનેક વિશેષ સુવિધાઓ સાથે આવે છે. આ સેગમેન્ટમાં Xiaomi યૂઝર્સ વચ્ચે ખૂબ લોકપ્રિય બની ગયો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ચીનની કંપની શિયોમીએ ભારતીય માર્કેટમાં રેડમી નોટ 7 પ્રો લોન્ચ કર્યો હતો. આ ફોન યૂઝર્સ વચ્ચે એટલો લોકપ્રિય છે કે લોકો તેને હજુ સુધી ફ્લેશ સેલમાં ખરીદે છે. તેની શરુઆતી કિંમત 13,999 રુપિયા છે. આ ફોનમાં અનેક ખાસ સુવિધાઓ છે. આ સેગમેન્ટમાં Xiaomi યૂઝર્સ વચ્ચે ખૂબ લોકપ્રિય બની ગયો છે. હવે આ ફોનનો સેલ કંપનીની સત્તાવાર વેબસાઇટ Mi.com પર શરૂ થઈ ગયો છે. આ રીતે આ ફોનને ફ્લિપકાર્ટ પર પણ થરીદી શકો છો.

નવો Redmi સ્માર્ટફોન બિલકુલ નવી 'Aura Design' સાથે આવે છે અને તેમાં વોટરડ્રોપ સ્ટાઇલ નોચ આપવામાં આવી છે. સ્માર્ટફોન Space Black, Neptune Blue અને Nebula Red કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

 Redmi Note 7 Pro 6 જીબી રેમ + 128 GB સ્ટોરેજ વેરિએન્ટનુ વેચાણ ભારતમાં 10 એપ્રિલે શરુ કરવામાં આવશે. આ જાહેરાત શિયોમીએ મંગળવારે કરી હતી. કંપનીએ એક દિવસ પહેલા જ તેનું વેરિએન્ટ ટીઝર જાહેર કર્યુ હતુ. રેડમી નોટ 7 પ્રો ના 6જીબી વેરિએન્ટનું વેચાણ આજે બપોરે 12 વાગ્યે Mi.com, Flipkart અને મી હોમ સ્ટોર પર શરુ કરવામાં આવશે. આ વેરિએન્ટને શિયોમીએ ફેબ્રુઆરીમાં રેડમી નોટ 7 પ્રોના 4 જીબી પેમ અને 64 જીબી સ્ટોરેજ મોડલ સાથે ઉતાર્યુ હતુ, પરંતુ અત્યાર સુધી વેચાણ માટે ઉપલબ્ધ ન હતુ.

આ પણ વાંચો: Vodafoneએ અપડેટ કર્યો 129 રુપિયાનો પ્લાન, હવે મળશે વધુ ડેટા

રેડમી નોટ 7 પ્રોની વિશેષતાઓ

આ સ્માર્ટફોનમાં 6.3 ઇંચની LCD ડિસ્પ્લે ફૂલ એચડી+રિઝોલ્યૂશનની સાથે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યૂશન 2340 x 1080 પિક્સલ છે અને તેનો આસ્પેક્ટ રેશ્યો 19:5:9 છે. શિયોમીએ સ્માર્ટફોનના ફ્રંટ અને બેંક બંને જગ્યાએ Corning Gorilla Glass 5 નું પ્રોટેક્શન આપ્યું છે. સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર ક્વોલકોર સ્નૈપડ્રૈગન 675 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોનને AnTuTu બેંચમાર્કમાં 180,000 થી વધુનો સ્કોર પ્રાપ્ત કર્યો છે. રેડમી ઇન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પર શિયોમીએ 6 જીબી રેમની ઉપલબ્ધતા વિશે માહિતી આપી હતી. કંપનીએ જણાવ્યું કે રેડમી નોટ 7 પ્રોને અન્ય વેરિએન્ટની જેમ મોડેલ પણ માત્ર થોડી સેકંડમાં આઉટ ઓફ સ્ટોક નીકળવાની અપેક્ષા છે.

નોટ 7 પ્રોનો કેમેરા

Redmi Note 7 Pro માં 48MP નો રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જેમાં Sony IMX586 ઇમેજ સેંસર લાગેલ છે અને આ સાથે જ તેમાં 5MP નું ડેપ્થ સેંસર પણ સામેલ છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 13MP નો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં 4,000mAh ની બેટરી આપવામાં આવી છે, જે ક્વોલકોમ ક્વિક ચાર્જ 4 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. સ્માર્ટફોન એંડ્રોઇડ 9 પાઇ બેસ્ટ MIUI 10 ની સાથે પ્રીલોડેડ આવે છે
First published: July 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading