Redmi Note 7 Proનો પહેલો સેલ આજે, મેળવો રૂ. 2400 કેશબેક

News18 Gujarati
Updated: March 13, 2019, 11:12 AM IST
Redmi Note 7 Proનો પહેલો સેલ આજે, મેળવો રૂ. 2400 કેશબેક
રેડમી નોટ 7 પ્રોનો પહેલો સેલ 13 માર્ચે બપોરે 12 વાગ્યે શરૂ થશે.

જાણો Redmi Note 7 Pro ફીચર્સ, તમે આ ઓફર્સનો ફાયદો પણ ઉઠાવી શકો છો

  • Share this:
શિયોમીના નવા સ્માર્ટફોન Redmi Note 7 Proનો આજે પહેલવાર સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. સેલની શરૂઆત બપોરે 12 વાગ્યાથી થશે, જેને ગ્રાહક ફ્લિપકાર્ટ ઉપરાંત mi.comથી પણ ખરીદી શકે છે. કિંમતની વાત કરીએ તો કંપનીએ ભારતમાં તેની પ્રારંભિક કિંમત 13,999 રૂપિયા નક્કી કરી છે, જેમાં 4GB RAM+64GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. બીજી તરફ, તેની 6GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા Redmi Note 7 Proની કિંમત 16,999 રૂપિયા છે. ફોનની ખરીદી પર અનેક ઓફર્સ આપવામાં આવી રહી છે, જેનાથી ગ્રાહકોને ફોન સસ્તામાં ખરીદવાની તક આપવામાં આવી રહી છે.

Redmi Note 7 Pro પર મેળવો આ ઓફર્સ


ગ્રાહક આ ફોનની ખરીદી પર જિયો ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. જેમાં જિયોના 398નો રિચાર્જ કરાવતાં આપને ડબલ ડેટા આપવામાં આવશે, જેમાં 70 દિવસ માટે આપને રોજ 4GB ડેટા આપવામાં આવશે. ડબલ ડેટા પ્લાન 208 દિવસો માટે વેલિડ હશે જેમાં આપને 1592 રૂપિયામાં 280 દિવસો માટે ડબલ ડેટા મળશે. આ ઉપરાંત 299 રૂપિયાના રિચાર્જ પર ગ્રાહકોને 2400 રૂપિયાનું કેશબેક વાઉચર મળશે. ગ્રાહકોને 198 ક. તેનાથી ઉપરના તમામ રિચાર્જ પર ડબલ ડેટાનો લાભ મળશે.

આ ઉપરાંત Redmi Note 7 Proની ખરીદી પર એરટેલ કસ્ટમર્સને 1120 GB ડેટા ઓફર આપી રહ્યું છે. આ ઉપરાંત યૂઝર્સને અનલિમિટેડ કોલિંગનો પણ ફાયદો આપવામાં આવશે. એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર કસ્ટમર્સને 5 ટકા એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત આ સ્માર્ટફોનને ખરીદવા માટે ઈએમઆઈ ઓપ્શન પણ આપવામાં આવશે. ગ્રાહક ફોનની ખરીદી પર એક્સચેન્જ ઓફરનો પણ ફાયદો ઉઠાવી શકે છે.

Redmi Note 7 Proના ફીચર્સફોનમાં 6.3 ઇંચ (16 સેન્ટીમીટર)નો નોચ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. ફોનીની સૌથી ખાસ વાત તેની બેક પેનલ પર Aura ડિઝાઇન છે, જે અલગ જ લુક આપે છે. આ ઉપરાંત ફોનની બંને સાઇડમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર છે. ફોનને પાવર આપવા માટે 4,000 mAhની બેટરી આપવામાં આવી છે. આ દરમિયાન કંપનીએ દાવો કરતાં કહ્યું છે કે તેને એકવાર ફૂલ ચાર્જ કરતાં તેની બેટરી 2 દિવસ સુધી ચાલશે.

આ પણ વાંચો, PUBGની લતમાં પડ્યો 15 વર્ષનો છોકરો, પિતાના રૂ. 50,000 ઉડાવ્યાં
First published: March 13, 2019
વધુ વાંચો
अगली ख़बर