Xiaomiનો 4 કેમેરા ફોન માત્ર 465 રુપિયાના EMI પર વસાવો

શિયોમીના લેટેસ્ટ ફોન રેડમી નોટ 6 પ્રોને સસ્તાંમાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે

News18 Gujarati
Updated: March 3, 2019, 12:38 PM IST
Xiaomiનો 4 કેમેરા ફોન માત્ર 465 રુપિયાના EMI પર વસાવો
રેડમી નોટ 6 પ્રોને સસ્તાંમાં ખરીદવાનો મોકો
News18 Gujarati
Updated: March 3, 2019, 12:38 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: શિયોમીના લેટેસ્ટ ફોન રેડમી નોટ 6 પ્રોને સસ્તાંમાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે. શિયોમીના Redmi Note 6 Proને તેની ઓફિશિયલ વેબસાઇટ mi.com અને ફ્લિપકાર્ડ પર ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. સૌથી પહેલાં mi.comની વાત કરીએ તો રેડમી નોટ 6 પ્રોના 4GB+64GB વેરિએન્ટને 13,999 રૂપિયામાં અને 6GB+64GB વેરિએન્ટને 15,999 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલું જ નહીં, આ ફોનની ખરીદી પર ગ્રાહક જિયોનું 2,400 રૂપિયાનું ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ+6TB જિયો ડેટાનો લાભ પણ મેળવી શકે છે.

બીજી બાજુ, ફ્લિપકાર્ડ ઓફરની વાત કરીએ તો આ ફોન પર 13,750 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. ઉપરાંત આની પર No cost EMIનો વિકલ્પ પણ છે. જ્યાં ગ્રાહક આ ફોનને દર મહિને 465 રૂપિયાના EMI પર પણ ખરીદી શકે છે.

Redmi Note 6 Proમાં FHD+ (2280×1080p) રિઝોલ્યુશનની સાથે 6.26 ઇંચની ડિસ્પ્લે છે. જેનું આસ્પેક્ટ રેશિયો 19:9 છે. આમાં 2.5Dનું ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન છે. આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર છે. તેનું સ્ટોરેજ 256GB સુધી વધારી શકાય છે.

આ પણ વાંચો: Facebook Messengerમાં આવ્યું Dark Mode ફીચર, જાણો કઇ રીતે કરશો એક્ટિવ

ફોનમાં 4,000 mAhની બેટરી છે. આનો રિયર કેમેરો 12 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો છે. ઉપરાંત સેલ્ફી માટે Redmi Note 6 Proમાં 20 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન MIUI પર ચાલશે. જે એન્ડ્રોઇડ 8.1 Oreo પર બેઝ્ડ છે.

 
Loading...

 
First published: March 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...