Home /News /tech /ભારતમાં લોન્ચ થયો Redmi Note 6 Pro, જાણો શું છે કિંમત

ભારતમાં લોન્ચ થયો Redmi Note 6 Pro, જાણો શું છે કિંમત

xiaomiના આ ફોનનો સેલ ફ્લિપકાર્ટ પર 23 નવેમ્બરના રોજ શરુ થશે.

xiaomiના આ ફોનનો સેલ ફ્લિપકાર્ટ પર 23 નવેમ્બરના રોજ શરુ થશે.

ચીનની કંપની શિયોમી (Xiaomi)22 નવેમ્બરે એટલે કે આજે તેનો નવો સ્માર્ટફોન, રેડમી નોટ 6 પ્રો લોન્ચ કર્યો છે. આ ફોનનું લોન્ચિંગ ફેસબુક અને શિયોમીની વેબસાઇટ પર જોઇ શકો છો. ફ્લિપકાર્ટ પર 23 નવેમ્બરથી આ નવા ફોનનો પહેલો સેલ શરુ થશે. ફ્લિપકાર્ટએ HDFCના એક્સક્લુઝિવ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પાર્ટનરના રુપમાં જોડાઇ ચુક્યા છે. આ કિસ્સામાં, યૂઝર્સ Redmi Note 6 પ્રો ને ખરીદવા પર કેશબેક અથવા નો-કોસ્ટ ઇએમઆઈ ડીલ્સની અપેક્ષા રાખી શકે છે.

આટલી હોઇ શકે છે કિંમત

શિમીનો રેડમી નોટ 6 પ્રો સૌ પ્રથમ થાઇલેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ સ્માર્ટફોનને આ મહિનાની શરૂઆતમાં ઇન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ઇન્ડોનેશિયામાં, આ સ્માર્ટફોનના બેઝ વેરિએન્ટ કિંમત 2,899,000 આઇડીઆર (લગભગ 14,300 રુપિયા) છે. આ કિંમત 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ ધરાવતી સ્માર્ટફોનની છે. તે જ સમયે, 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 3,299,000 આઇડીઆર (રૂ. 16,250ની આસપાસ) છે.

4 જીબી અથવા 6 જીબી રેમ સાથે આવી શકે છે આ ફોન

રેડમી નોટ 6 પ્રોમાં એફએચડી + રિઝોલ્યુશન સાથે 6.18 ઇંચની ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર છે. આ સ્માર્ટફોન 4 જીબી અથવા 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વિકલ્પ સાથે આવી શકે છે. તેનું સ્ટોરેજ વધારીને 256GB કરી શકાય છે. રેડમી નોટ 6 પ્રોમાં બેટરી 4,000 એમએચ હોઈ શકે છે. પાછળના ભાગમાં સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલનો અને 5 મેગાપિક્સલનો કેમેરો હશે. સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો અને 2 મેગાપિક્સલ કેમેરો હશે. આ સ્માર્ટફોન એમઆઇયુઆઇ 10 પર ચાલશે, જે એન્ડ્રોઇડ 8.1 ઓરેયો પર આધારિત છે.



Redmi Note 6 Proની કિંમત

આ ફોનના 4GB RAM+64GB ધરાવતા વેરિએન્ટ 13,999 રુપિયામાં મળશે. ત્યા 6GB RAM+64GB વેરિએન્ટ માટે તમારે 15,999 રુપિયા આપવા પડશે.

ફોનના રિયરમાં છે ફિંગરપ્રિન્ટ સેન્સર

આ સ્માર્ટફોનની પાછળ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આ ઉપરાંત, ચહેરાના ઓળખ માટે આ ફોનમાં ઇન્ફ્રારેડ સેન્સર આપવામાં આવ્યું છે. ચાર્જિંગ માટે આ સ્માર્ટફોનમાં 4 જી વૉલ્ટ, બ્લૂટૂથ 5 અને માઇક્રો યુએસબી 2.0 સ્પેશિફિકેશન છે.
First published:

Tags: Event, Launch, Redmi note 6 pro, Smart phone, ટેક ન્યૂઝ, ભારત, શ્યાઓમી