ન્યૂઝ18 ગુજરાતી: બજેટ સ્માર્ટફોન માટે જાણીતી કંપની શિયોમી તેના સ્માર્ટફોન Redmi Note 6 Proને ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદવાનો મોકો આપી રહી છે. શિયોમીની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ Redmi Note 6 Proને 4,000ની છૂટ પર ખરીદવાનો મોકો આપવામાં આવી રહ્યો છે. સાથે જ ફોનની ખરીદી પર ગ્રાહક Jioના 2400 રૂપિયાના ઇન્સ્ટેન્ટ બેનિફિટ સાથે 600GB(6TB) સુધીના ડેટાનો લાભ પણ લઇ શકશે. ઉપરાંત ફ્લિપકાર્ડ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આની પર એક્સચેન્જ ઓફરનો લાભ પણ મળશે.
ગ્રાહક આ ફોનને ખરીદવા માટે જૂનો ફોન આપે છે તો તેની પર 11,450 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ દર મહિને 399 રૂપિયાના EMI પર ફોન ખરીદી શકાશે. ગ્રાહક mi.com પરથી રેડમી નોટ 6 પ્રો (4GB+64GB)ને માત્ર 11,999 રૂપિયામાં ખરીદી શકાશે. ત્યાં જ, 6GB+64GB માત્ર 15,999 રૂપિયામાં ખરીદી શકાશે.
આ ફોનમાં FHD+ રિઝોલ્યુશન સાથે 6.18 ઇંચની ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર છે. આ સ્માર્ટફોન 4GB RAM+64GB और 6GB RAM+64GB સ્ટોરેજ ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તેનું સ્ટોરેજ 256GB સુધી વધારી શકાય છે. ફોનમાં 4,000 mAhની બેટરી છે. ઉપરાંત રિયર કેમેરા 12 મેગાપિક્સેલ અને 5 મેગાપિક્સેલનો છે. ત્યાં જ, સેલ્ફી માટે Redmi Note 6 Proમાં 20 મેગાપિક્સેલ અને 2 મેગાપિક્સેલનો કેમેરો આપવામાં આવ્યો છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર