જાણો હવે ક્યારે લોન્ચ થશે Redmi Note5 અને Note5 Pro

News18 Gujarati
Updated: March 17, 2018, 12:54 PM IST
જાણો હવે ક્યારે લોન્ચ થશે Redmi Note5 અને  Note5 Pro

  • Share this:
Redmi Note5 અને Note5 Pro નો સેલ અત્યાર સુધીમાં ત્રણ વખત થઈ ચૂક્યો છે, પહેલા 22 ફેબ્રુઆરીએ, બીજો સેલ 14 માર્ચે અને ત્રીજો સેલ 17 તારીખે થઈ ચૂક્યો છે. ત્યારે હવે Redmi Note5 અને Note5 Proનો સેલ આગામી 21 માર્ચે યોજાશે.

Xiaomi Redmi Note 5 Pro: શાઓમી રેડમીએ ભારતમાં પોતાના સ્માર્ટફોન Redmi Note 5 Proને લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન કિંમતથી લઈને ફિચર્સ સુધી ખાસ છે. હાર્ડવેરની બાબાતમાં પણ સ્માર્ટફોન ખાસ છે. આ દુનિયાનો સૌથી પહેલો સ્માર્ટફોન છે, જેમાં ક્વોલકોમનું સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન માત્ર ભારત માટે બનાવમાં આવ્યો છે. તે ઉપરાંત રેડમીના નોટ 5 સ્માર્ટફોનને પણ લોન્ચ કર્યો છે. રેડમી નોટ 5માં 625 પ્રોસેસર આપવામાં આવ્યો છે. આ ફોનનો સેલ 21st માર્ચે બપોર 12 વાગ્યેથી શરૂ થશે. જેને તમે   Flipkart.com, Mi.com, Mi Home પરથી ખરીદી શકશો.

રેડમી નોટ 5 પ્રોમાં 5.99 ઈંચની ડિસ્પલે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 18:9 રેશ્યોવાળી ડિસ્પલે આપવામાં આવી છે. આની સૌથી ખાસ વાત તે છે કે, આમાં Apple iPhone X જેવો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જ્યારે, આમાં સેલ્ફી માટે 20 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો થે, આમાં ફ્રન્ટ કેમેરા સાથે LED ફ્લેશ લાઈટ પણ આપવામાં આવી છે. આ ફોનને કંપનીએ બે વેરિએન્ટમાં ભારતમાં લોન્ચ કર્યો છે. ફોનને દમદાર બનાવવા માટે આમાં 6GBની રેમ આપવામાં આવી છે.કિંમતની વાત કરીએ તો આમાં 6GB અને 64GB ઈન્ટરનલ મેમોરીવાળા વેરિએન્ટને 16,999 રૂપિયા અને 4GB ઈન્ટરનલ મેમોરીવાળા વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયામાં ખરીદી શકાશે.

Redmi Note 5 Pro ડિઝાઈન અને ડિસ્પલે: આમાં મેટલ યૂનિફાઈડ બોડી ડિઝાઈન આપવામાં આવી છે. આની ડિઝાઈન શાઓમીના ફોનની જેમ કોમન છે. આમાં સૌથી મોટું પરિવર્તન તે છે કે, આની ડિસ્પલેને મોટી કરવામાં આવી છે, અને બટન પણ ડિસ્પલેની અંદર જ આપી દેવામાં આવ્યું છે. રેડમી નોટ 4માં બટન ફોનના બેજલ પર આપવામાં આવ્યા છે. આના બેજલ પણ ખુબ જ પાતળા છે. ફોનમાં IR બ્લાસ્ટર પણ આપવામાં આવ્યું છે. આનાથી આને ટીવીના રિમોંટ તરીકે પણ કામ કરશે.તો ફોનના બેક પેનલ પર ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યો છે. ફોનમાં ડ્યુઅલ સિમ સ્લોટ આપવામાં આવ્યું છે. આમાં Redmi Y1ની જેમ માઈક્રોએસડી કાર્ડ અને સિમ માટે અલગ સ્લોટ આપવામાં આવ્યો નથી. આના રિયર ડ્યુઅલ કેમેરામાં 5 એમપીનો અને એક 12 મેગાપિક્સલનું છે. 
First published: March 17, 2018
વધુ વાંચો
अगली ख़बर