10 હજારથી પણ ઓછી કિંમત છે આ નવા શિયોમી ફોનની, ફિચર પણ છે જબરદસ્ત

News18 Gujarati
Updated: February 15, 2018, 1:30 PM IST
10 હજારથી પણ ઓછી કિંમત છે આ નવા શિયોમી ફોનની, ફિચર પણ છે જબરદસ્ત
શિયોમી દરેક Redmi Note5 સાથે અલટ્રા-થિન કવર ઓફર કરશે. શિયોમીના આ નવા સ્માર્ટફોન mi.કોમ, Flipkart અને Mi હોમ્સમાં 22 ફેબ્રુઆરીથી મળશે અને ટુંક સમયમાં આ સ્માર્ટફોન રિટેલ પાર્ટનર્સને પણ પહોંચાડવામાં આવશે.

ઓફરમાં Redmi Note5 અને Redmi Note5 Proની પ્રત્યેક ખરીદી પર રૂ. 2,200નું કેશબેક અને 100 ટકા વધારે 4જી ડેટા મળશે...

  • Share this:
શિયોમીએ પોતાના નવા સ્માર્ટફોન Redmi Note 5ને લોન્ચ કર્યો છે. ફીચર્સના મામલામાં પણ આ ફોન શાનદાર છે. આમાં ખાસ વાત એ છે કે, એડવાન્સ ફિચર્સ હોવા છતાં આની કિંમત આટલી ઓછી છે.

નોટ 5ના 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજની કિંમત રૂ. 9,999 છે. જ્યારે 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વાળા રેડમી નોટ 5 ફોનની કિંમત રૂ. 11,999 હશે.

કંપનીનું કહેવું છે કે, Redmi Note5 લો-લાઈટ ફોટોગ્રાફી પહેલાના નોટ સ્માર્ટફોનના મુકાબલે ઘણી સારી છે. Redmi Note5માં 1.25 માઈક્રો મીટર પિક્સલ સાઈઝ છએ. આમાં 12 મેગાપિક્સલનો રિયર અને 5 મેગા પિક્સલનો ફ્રંટ કેમેરા લગાવવામાં આવ્યો છે.

Redmi Note5માં છે 5.99 ઈંચની પૂલ એચડી પ્લસ ડિસપ્લે. આની થિકનેસ 8.05એમએમ છે. આ સ્માર્ટફોનમાં 4000 એમએએચની બેટરી આપવામાં આવી છે.

શિયોમી દરેક Redmi Note5 સાથે અલટ્રા-થિન કવર ઓફર કરશે. શિયોમીના આ નવા સ્માર્ટફોન mi.કોમ, Flipkart અને Mi હોમ્સમાં 22 ફેબ્રુઆરીથી મળશે અને ટુંક સમયમાં આ સ્માર્ટફોન રિટેલ પાર્ટનર્સને પણ પહોંચાડવામાં આવશે.

આટલું જ નહીં શિયોમીએ રિલાયન્સ જીયો ઓફરની પણ જાહેરાત કરી છે. ઓફરમાં Redmi Note5 અને Redmi Note5 Proની પ્રત્યેક ખરીદી પર રૂ. 2,200નું કેશબેક અને 100 ટકા વધારે 4જી ડેટા મળશે.
First published: February 15, 2018, 1:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading