આજે બપોરે 12 વાગ્યે દમદાર ફોન Redmi Note 7S થશે લોન્ચ

આ ફોનમાં 48 મેગાપિક્સલનો કેમેરો હોવાની કંપનીના પહેલા ટ્વીટમાં જ પુષ્ટિ કરાઈ હતી.

આ ફોનનો કલર રેડ છે. આ ફોટોમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ પણ જોઇ શકાય છે.

 • Share this:
  શિયોમી નોટ 7 એસ આજે લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ફોનની સૌથી વધુ ખાસ વસ્તુ 48 મેગાપિક્સલ કેમેરો છે. શિયોમી આ ફોન પરથી 12 વાગ્યે પડદો ઉઠાવશે. શિયોમી ઇન્ડિયાના મનુકુમાર જૈને આ નવા ફોન વિશે ટ્વીટ કર્યુ હતુ. ત્યારબાદ મનુ જૈને અન્ય એક પોસ્ટ કરી, જેમાં રેડમી નોટ 7 એસ જોવા મળ્યો.

  ફોટામાં આ ફોનનો કલર રેડ છે. આ ફોટોમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ પણ જોઇ શકાય છે. મનુ કુમાર જૈને કહ્યું હતું કે ફોનની પાછળની પેનલ કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 સાથે આવશે, અને આ કારણોસર એવું માનવામાં આવે છે કે ફોન ગ્લોસી બિલ્ડ સાથે રજૂ કરવામાં આવશે. ફોનની પાછળની પેનલમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.  આ ફોનમાં 48 મેગાપિક્સલનો કેમેરો હોવાની કંપનીના પહેલા ટ્વીટમાં જ પુષ્ટિ કરાઈ હતી. મનુ જૈને કરેલી પોસ્ટમાં જોઇ શકાય છે કે ડાબી બાજુ 'રેડમી નોટ 7 એસ 48 એમપી ડ્યુઅલ કેમેરા' દેખાશે.

  આ પણ વાંચો: બંધ કારમાં AC ચાલુ રાખી બેસી રહેતા હોય તો થઇ જાઓ સાવધાન  આ ફોનને લઇને શિયોમીના મનુ કુમાર જૈને ટ્વીટ કરી લખ્યુ, "એમ આઇ ઇન્ડિયા ફેન્સ માટે સુપર રેડમી નોટ આવનાર છે, 20 મેના રોજ આ ફોન પરથી પડદો ઉઠશે. આ સુપરથી મનુ જૈનનો શું મતલબ છે તે ફોન લોન્ચ કર્યા બાદ જ ખબર પડશે.
  Published by:Bhoomi Koyani
  First published: