મોંઘા થયા Xiaomiના ફેમસ સ્માર્ટફોન્સ, જાણો નવી કિંમત

News18 Gujarati
Updated: November 12, 2018, 10:10 AM IST
મોંઘા થયા Xiaomiના ફેમસ સ્માર્ટફોન્સ, જાણો નવી કિંમત
પ્રતિકાત્મક તસવીર

જો તમે શિયોમીનો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે માટે માઠાં સમાચાર છે. શિયોમીએ પોતાની અનેક પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે.

  • Share this:
જો તમે શિયોમીનો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે માટે માઠાં સમાચાર છે. શિયોમીએ પોતાની અનેક પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે. શિયોમીએ પોતાના પોપ્યુલર સ્માર્ટફોન Redmi 6,6A, Mi LED ટીવી અને mi power bankના ભાવમાં વધારો કર્યો છે. જેની માહિતી કંપનીએ એમડી મનુ જૈને ટ્વિટ કરીને આપી હતી. મનુ કુમાર જૈને ટ્વીટ કરીને કહ્યું હતું કે, કિંમતમાં વધારા પાછળ આંતરરાષઅટ્રીય સ્તર ઉપર રૂપિયાની સતત ઘટતી કિંમત જવાબદાર છે.

Redmi 6Aની નવી કિંમત

જો તમે Redmi 6Aનો 2GB RAM અને 16GB ઇન્ટરનલ સ્ટોરેજવાળો સ્માર્ટફોન ખરીદવા માંગો છો. તો આ ફોન માટે તમારે હવે રૂ. 6,599 રૂપિયા આપવા પડશે. જોકે પહેલા આ ફોન રૂ.5,999 હતી. આવી જ રીતે Redmi 6Aની કિંમતમાં રૂ.600નો વધારો કર્યો છે. જો ગ્રાહકો આ સ્માર્ટફોનનું 2GB RAM અને 32GB સ્ટોરેજવાળા મોડલ ખરીદે છે તો આના માટે રૂ.7,499 આપવા પડશે. જ્યારે આની પહેલા કિંમત રૂ.6999 હતી. એટલે કે આ ફોનની કિમતમાં રૂ. 500નો વધારો કરાયો છે. Redmi 6Aમાં HD+ રિજોલ્યુશનની સાથે 5.45 ઇંચની સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે.
Redmi 6ની નવી કિંમત

Redmi 6ના 3GB RAM અને 32GB સ્ટોરેજ વાળા મોડલની કિંમત રૂ.8,499 થઇ ગઇ છે. જ્યારે લોન્ચિંગ સમયે આ ફોનની કિંમત રૂ. 7,999 રાખવામાં આવી છે. આ ફોનની કિંમતમાં રૂ.500 વધારવામાં આવી છે. Redmi 6માં 5.45 ઇંચની HD+ ફૂલ સ્ક્રીન રિઝોલ્યુશન ડિસ્પ્લે છે. આ ફોનમાં 12MP+5MP રિયર ડુઅલ કેમેરા સેટઅપ છે. આ કેમેરામાં ઓછી લાઇટમાં પણ સારો ફોટો પાડી શકાય છે. Redmi 6નો કેમેરા AIપોર્ટેટ મોડની સાથે આવે છે.

Mi LED TV 4C Proની નવી કિંમત

શિયોમીની 32 ઇંચવાળી Mi LED TV 4C Proનો ભાવ રૂ. 1000 વધારી દીધો છે. જેને ખરીદવા માટે રૂ. 15,999 ખર્ચ કરવા પડશે. જો આના 49 ઇંચવાળી ટીવી લેવી હોય તો કસ્ટમરને રૂ.31,999 ખરચવા પડશે. જેની કિંમતમાં રૂ.2000નો વધારો થયો છે.
First published: November 12, 2018, 9:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading