પોતાના સૌથી સસ્તા સ્માર્ટફોનની કિંમતમાં શાઓમીએ કર્યો મોટો ફેરફાર, જાણો નવી કિંમત

News18 Gujarati
Updated: March 13, 2018, 11:09 PM IST
પોતાના સૌથી સસ્તા સ્માર્ટફોનની કિંમતમાં શાઓમીએ કર્યો મોટો ફેરફાર, જાણો નવી કિંમત
News18 Gujarati
Updated: March 13, 2018, 11:09 PM IST
Xiaomi Redmiએ પોતાના સૌથી સસ્તા સ્માર્ટફોન Redmi 5Aની કિંમતમાં મોટા ફેરફાર કરી નાંખ્યા છે. અસલમાં આ બદલાવ કિંમત ઘટાડવા માટે નહી પરંતુ વધારવા માટે કરવામાં આવ્યા છે. કંપનીએ પોતાના સૌથી સસ્તા સ્માર્ટફોનની કિંમત વધારી દીધી છે. જી હાં તમે સાચું વાંચ્યું છે. જોકે, કંપનીએ આની લોન્ચિંગ સમયે જ જણાવી દીધું હતું કે, આ સ્માર્ટફોનની કિંમતમાં વધારો કરવામા આવશે. અત્યાર સુધીમાં કંપની આ સ્માર્ટફોનના 2GB રેમ અને 16GB ઈન્ટરનલ મેમોરીવાળા વેરિએન્ટને માત્ર 4,999 રૂપિયામાં સેલ કરી રહી હતી. જ્યારે આના 3GB રેમ અને 32GB ઈન્ટરનલ મેમોરીવાળા વેરેએન્ટને 6,999 રૂપિયામાં સેલ કરી રહી છે.

કંપનીએ જ્યારે આ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો હતો ત્યારે કહ્યું હતું કે, આના 2GB રેમવાળા વેરિએન્ટને પહેલા 5 મિલિયન (50 લાખ) ગ્રાહકોને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. હવે કંપનીએ આના 2GB રેમવાળા વેરિએન્ટની કિંમતમાં વધારો કરી દીધો છે. હવે 2GB રેમવાળો સ્માર્ટફોન ખરીદવા માટે 5,999 રૂપિયા ખર્ચ કરવા પડશે. જ્યારે આના 3GB રેમવાળા વેરિએન્ટની કિંમતમાં કોઈ જ બદલાવ કરવામાં આવ્યો નથી.

Redmi 5A ફિચર્સ : Redmi 5Aના ફિચર્સની વાત કરીએ તો આમાં 5 ઈંચની ફુલ એચડી ડિસ્પલે આપવામાં આવી છે. ફોનને પાવરફુલ બનાવાવ માટે 1.4 ગીગાહટ્ઝનું 425 ક્વોલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર આપ્યું છે. ફોનની સ્પીડ સારી રહે તે માટે આમાં 2/3GB રેમનું વિકલ્પ આપવામાં આવ્યું છે. આમાં 16/32GBની ઈન્ટરનલ મેમોરીના બે વિકલ્પ આપવામા આવ્યા છે. આના બંને વેરિએન્ટની ઈન્ટરનલ મેમોરીને માઈક્રોએસડી કાર્ડથી 128GB સુધી વધારી શકાય છે. 13 એમપીના રિયર કેમેરા આપવામાં આવ્યા છે. 3,000mAHની બેટરી આપવામાં આવી છે.
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर