Xiaomiએ 6,000 રૂપિયા ઓછી કરી નાખી આ એડવાન્સ ફોનની કિંમત

News18 Gujarati
Updated: May 19, 2018, 12:08 PM IST
Xiaomiએ 6,000 રૂપિયા ઓછી કરી નાખી આ એડવાન્સ ફોનની કિંમત
શિયોમીએ પોતાના પોપ્યુલર બેઝલ લેસ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન Mi Mix2ની કિંમતમાં ફરીથી ઘટાડો કર્યો છે.

શિયોમીએ પોતાના પોપ્યુલર બેઝલ લેસ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન Mi Mix2ની કિંમતમાં ફરીથી ઘટાડો કર્યો છે.

  • Share this:
શિયોમીએ પોતાના પોપ્યુલર બેઝલ લેસ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન Mi Mix2ની કિંમતમાં ફરીથી ઘટાડો કર્યો છે. કંપનીએ આ ફોનમાં રૂ.3000 ઓછા કરી દીધા છે. આ ફોનને ગત વર્ષના ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જેની કિંમત 35,999 રૂપિયા રાખવામાં આવી હતી. આ પહેલા પણ શિયોમીએ ફોનની કિંમતમાં રૂ.3000 ઓછા કર્યા હતા. ઘટાડા બાદ આ ફોનની કિંમત રૂ.29,999 રાખવામાં આવી છે. આ ફોનની અસલ કિંમત 35,999 રાખવામાં આવી હતી.

Mi Mix 2માં 5.9 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો એસ્પેક્ટ રેશિયો 18:9 છે. આ ફોનની ડિસ્પ્લે HD+ 2160 x 1080ના રિઝોલ્યુશનના સાથે આવે છે. આ સ્માર્ટ ફોનાં 6 જીબી રેમ અને 128 જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. મોબાઇલમાં 12 મેગાપિક્સલનો રિયલ કેમેરા આપવામાં આવ્યો છે. જે ડુઅલ ટોન ફ્લેશની સાથે આવે છે. ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે.

પાવર માટે મોબાઇલમાં 34000 mAhની દમદાર બેટર છે. આ મોબાઇક ક્વિક ચાર્જિંગ ટેક્નોલોજી 3.0 સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં ડુઅલ સિમ ટ્રે છે જેમાં બંને નેનો સિમનો આપ્શન છે. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ફોનમાં સ્ટાન્ડર્ડ સેન્સર્સ છે. કંપાસ મેગ્નેટોમીટર, એક્સેલરોમીટર, પ્રોક્સિમિટી સેન્સર, જાયરોસ્કોપ સેન્સર, એબિએન્ટ લાઇટ સેન્સર અને બેરોમીટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાઇફાઇ, જીપીએસ,બ્લૂટૂથ, 3G અને 4G કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે.
First published: May 19, 2018, 12:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading