હવે એન્ડ્રોઇડ યૂઝર્સને મળશે Apple જેવી દમદાર સર્વિસ

ચીનની ફોન નિર્માતા ત્રણ કંપનીઓ એવી સેવા લાવી રહી છે કે જેનો લાભ દરેક Android યૂઝર્સ લઇ શકશે.

ચીનની ફોન નિર્માતા ત્રણ કંપનીઓ એવી સેવા લાવી રહી છે કે જેનો લાભ દરેક Android યૂઝર્સ લઇ શકશે.

 • Share this:
  ચીનની ફોન બનાવતી ત્રણ કંપનીઓ એવી સેવા લાવી રહી છે કે જેનો લાભ દરેક Android યૂઝર્સ લઇ શકશે. ઓપ્પો અને વિવો અને એમાઇ એન્ડ્રોઇડ ફોન વચ્ચે ફાઇલ ટ્રાન્સફર કરવા માટે ઝડપી મોડ ઓફર કરશે. આ માટે ત્રણેય કંપનીઓએ એક બીજા સાથે ટાઇપ કર્યુ છે.

  ધ વર્જે સોમવારે અહેવાલ આપ્યો કે આ ચીની દિગ્ગજો ક્રોસ-બ્રાન્ડ વાયરલેસ ફાઇલ ટ્રાન્સફર ટેક્નોલોજી પર એક સાથે કામ કરી રહ્યા છે જે તે કંપનીઓના ઉપકરણો વચ્ચે કામ કરશે.

  આ ટેકનીકીની મદદથી આ બ્રાન્ડ્સના સ્માર્ટફોન કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશન વગર 20 એમબીપીએસ સુધીની ફાઇલો લઈ શકશે અને અન્યને પહોંચાડવા માટે સમર્થ થશે. આ સાથે યૂઝર્સને કોઈપણ મુશ્કેલી વિના મીડિયા ટ્રાન્સફરનો અનુભવ મળશે. તેમા ફોટા, વીડિયોઝ, સોન્ગ અને દસ્તાવેજો સહિત અનેક ફાઇલ ફોર્મેટ્સ સામેલ છે.

   આ પણ વાંચો: બદલી ગયું WhatsAppનું નામ, જલદી તમારા ફોનમાં દેખાશે આવું  ફાઇલ ટ્રાન્સફર બ્લૂટુથના માધ્યમથી કરવામાં આવશે, સેલ્યુલર ડેટા અથવા કોઇ અન્ય માધ્યમથી નહીં, ઉદાહરણ તરીકે આ બરાબર તેવું જ હશે જેમ કે એપલ યૂઝર માટે એરડ્રોપનું કામ કરે છે.  અત્યારે આ ચાર કંપનીઓએ અન્ય સ્માર્ટફોન કંપનીઓને પણ એક સાથે આવવા કહ્યું છે. સમાચાર અનુસાર આ ટેકનોલોજી ઓગસ્ટના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે.
  Published by:Bhoomi Koyani
  First published: