Xiaomiએ લોન્ચ કર્યા ઓછી કિંમતના ત્રણ ગેઝેટ્સ

News18 Gujarati
Updated: November 9, 2018, 11:59 AM IST
Xiaomiએ લોન્ચ કર્યા ઓછી કિંમતના ત્રણ ગેઝેટ્સ
પ્રતિકાત્મક તસવીર

ચીનની કંપની શિયોમી (Xiaomi)એ વ્યાજબી કિંમતમાં ત્રણ નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે.

  • Share this:
ચીનની કંપની શિયોમી (Xiaomi)એ વ્યાજબી કિંમતમાં ત્રણ નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. કંપનીએ 65 ઇન્ચનું એલઇડી સ્માર્ટ ટીવી અને બે નોટબુક્સ લોન્ચ કરી છે. કંપનીએ સ્માર્ટ ટીવીને પેચવોલ યુઆઇ (PatchWall UI) અને એન્ડ્રોઇડની સાથે લોન્ચ કર્યું છે. જેમાં Quadcore ચિપસેટ 2GB RAM અને 16GB ઇન્ટરનલ સ્ટોરેજ આપ્યું છે.

જ્યારે શિયોમીની નોટબુક Notebooksની વાત કરીએ તો કંપનીએ 15.6 ઇંચવાળી નોટબુક લોન્ચ કરી છે જેની કિંમત રૂ.32,750 છે. નોટબુકમાં 5.6 ઇન્ચની અલ્ટ્રા ડિસ્પ્લે આપવામાં આવી છે. જે anti-glare coating સાથે આપવામાં આવ્યું છે.

આમાં ઇન્ટેલની 8th જનરેશન i3 પ્રોસેસર છે. આ ઉપરાંત 4GB RAM અને 128GBનો ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ નોટકબુકની સૌથી સારી બાબત એ છે કે, આમાં કૂલિંગ માટે ડુઅલ ફેન આપવામાં આવ્યું છે. જો શિયોમીના બીજા Laptopની વાત કરીએ તો કંપનીએ આની કિંમત રૂ.40,000 સુધી રાખી છે. આ લેપટોપનું વજન 1.3 કિલોગ્રામ છે. અને 14.8 એમએમ પતલું છે. જ્યારે 13.3 ઇન્ચ ડિસ્પ્લે આપવામાં આવી છે. ઇન્ટેલની 8th જનરેશન i3 પ્રોસેસર છે. આ ઉપરાંત આમાં 8જીબીની રેમ અને 128 જીબીનું ઇન્ટરનલ સ્ટોરેજ છે.

આ લેપટોપની સૌથી ખાસ વાત એ છે કે આમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. જોકે, અત્યારે આ બંને લેપટોપ ચાઇનાની બજારમાં વેચાવાવ માટે 11 નવેમ્બરથી ઉપલબ્ધ રહેશે. ભારતે શિયોમીના આ ત્રણ પ્રોડક્ટ ક્યારે લોન્ચ થશે એના વિશે કંપનીએ કોઇ જાણકારી આપી નથી.
First published: November 9, 2018
વધુ વાંચો
अगली ख़बर