Xiaomiની ઓફર, 100 યુઝર્સને મફ્તમાં મળશે Redmi Note 7 Pro!

Xiaomiની ઓફર, 100 યુઝર્સને મફ્તમાં મળશે Redmi Note 7 Pro!
શિયોમી આ ફોનને ચીનમાં 18 માર્ચે લોન્ચ કરશે

શિયોમી આ ફોનને ચીનમાં 18 માર્ચે લોન્ચ કરશે અને લોન્ચ પહેલાં કંપનીએ એક ખાસ ઓફર આપી છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: Xiaomiએ હાલમાં ભારતમાં Redmi Note 7 Pro લોન્ચ કર્યો છે. જેનું પહેલું સેલ 13 માર્ચે છે. શિયોમી આ ફોનને ચીનમાં 18 માર્ચે લોન્ચ કરશે અને લોન્ચ પહેલાં કંપનીએ એક ખાસ ઓફર આપી છે. જે હેઠળ શિયોમી ફેન્સ Redmi Note Pro ફ્રીમાં મેળવી શકશે. પરંતુ આ ઓફર માત્ર ચીનના યુઝર્સ માટે જ છે. આ ઓફર હેઠળ ચીનમાં કંપની 100 ફેન્સને મફ્તમાં Redmi Note 7 Pro આપશે.

    મફ્તમાં ફોન મેળવવા માટે કરવું પડશે એપ્લાઇ



    Redmi Note 7 Proને મફ્તમાં મેળવવા માટે ફેન્સને સ્માર્ટફોનના જુદા-જુદા ફીચર્સ ટેસ્ટ કરવા પડશે. એપ્લાઇ કરવા માટે યુઝર્સને Mi એકાઉન્ટમાં લોગ ઇન કરવું પડશે. જે બાદ શિયોમીને મેસેજ કરવો પડશે કે તે કોમ્પિટિશનમાં ભાગ લેવા માગે છે. આમાં યુઝરનું નામ, જેન્ડર, મોબાઇલ નંબર, ઇ-મેલ એડ્રેસ, વીબો એકાઉન્ટ યુઝર નેમ અને Mi એકાઉન્ટ યુઝર નેમ કંપની સાથે શેર કરવું પડશે. સાથે એ પણ બતાવવું પડશે કે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર કેટલા ફોલોઅર્સ છે.

    આ પણ વાંચો: બંધ થશે Googleની આ સર્વિસ, તાત્કાલિક સેવ કરી લો ડેટા

    Redmi Note 7 Proના ફીચર્સ

    કિંમતની વાચ કરીએ તો કંપનીએ ભારતમાં તેની શરૂઆતી કિંમત 13,999 રૂપિયા નક્કી કરી છે. જેમાં 4GB RAM+64GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. ત્યાં જ 6GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા Redmi Note 7 Proની કિંમત 16,999 રૂપિયા છે. ફોનમાં ડોટ નોચ ડિસ્પ્લે છે. ફોનની સૌથી ખાસ વાત એ છે કે, આની બેક પેનલ પર Aura ડિઝાઇન છે. જે આકર્ષક લુક આપે છે. ઉપરાંત ફોનની બન્ને બાજુ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 છે.

     
    First published:March 10, 2019, 12:33 pm

    ટૉપ ન્યૂઝ