Home /News /tech /

શાનદાર ફીચર્ચ સાથે લોંચ થઇ Redmi Note 11 Series, મળશે 108 MPનો દમદાર કેમેરો

શાનદાર ફીચર્ચ સાથે લોંચ થઇ Redmi Note 11 Series, મળશે 108 MPનો દમદાર કેમેરો

શાઓમી 11 સિરીઝ

Note 11 Series Launch: આ સ્માર્ટફોન ઘણા અંશે આઇફોન (iPhone) જેવા દેખાય છે. આ સિવાય તમામ ફોનમાં 5000mAh બેટરી, મિડ રેન્જ પ્રોસેસર અને AMOLED ડિસ્પ્લે (Features) સાથે આવશે.

    મુંબઈ: ચાઇનીઝ ટેક જાયન્ટ શાઓમી (Xiaomi)એ તેની મોસ્ટ અવેટેડ Redmi Note 11 Seriesને લોન્ચ (Note 11 Series Launch) કરી દીધી છે. એક ઇવેન્ટ દરમિયાન કંપનીએ Redmi Note 11, 11 Pro અને 11 Pro 5Gને ગ્લોબલી લોન્ચ કર્યા છે. આ ફોનને સૌથી પહેલા ચીનમાં લોન્ચ કરાયા હતા. જોકે, હવે આ ફોનને અન્ય દેશોમાં પણ લોન્ચ કરવામાં આવ્યા છે. સિરીઝમાં રેડમી નોટ 11, નોટ 11S, નોટ 11 Pro 4G અને 11 Pro 5G સામેલ છે. આ તમામ મોડલ્સમાં ટ્રેન્ડી ફ્લેટ એઝ બોડી મળશે. જેથી આ સ્માર્ટફોન ઘણા અંશે આઇફોન (iPhone) જેવા દેખાય છે. આ સિવાય તમામ ફોનમાં 5000mAh બેટરી, મિડ રેન્જ પ્રોસેસર અને AMOLED ડિસ્પ્લે (Features) સાથે આવશે.

    રેડમી નોટ 11ની ફીચર્સ

    લોન્ચ થયેલા ચાર મોડલ્સમાં આ સ્માર્ટફોન સૌથી પોકેટ ફ્રેન્ડલી છે. જેની કિંમત $179 એટલે કે લગભગ 13,400 રૂપિયા છે. ફોનમાં પાછળની તરફ 50MPનો ક્વાડ કેમેરા સેટઅપ અને ફ્રન્ટમાં 13MPનો સેલ્ફી શૂટર કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં 6.43 ઇંચની એફએચડી+ એમોલેડ ડિસ્પ્લે અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 680 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે બેઝ વેરિઅન્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય 4GB + 128GBની કિંમત 199 ડોલર એટલે કે લગભગ 14,900 રૂપિયા છે.

    રેડમી નોટ 11Sના ફીચર્સ

    રેડમી નોટ 11S ભારતમાં 9 ફેબ્રુઆરીએ ઉપલબ્ધ થઇ જશે. આ ફોનમાં ચિપસેટની જગ્યાએ મીડિયાટેક હેલિયો જી96 મળશે અને તેમાં દમદાર 108-એમપીનો કેમેરા છે. તેમાં 16MPનો સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ ફોનના 6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ ઓપ્શનની કિંમત 249 ડોલર એટલે કે લગભગ 18,700 રૂપિયામાં હશે. જ્યારે 128જીબી સ્ટોરેજ વેરીએન્ટની કિંમત 279 ડોલર અંદાજે 20,900 રૂપિયા હશે. જ્યારે 8 જીબી રેમ, 128 જીબી સ્ટોરેજ સાથેના ટોપ વેરીએન્ટની કિંમસ 299 ડોલર લગભગ 22,400 રૂપિયામાં હશે.

    રેડમી નોટ 11 પ્રો મોડલ

    રેડમી નોટ 11 પ્રો બે મોડલમાં લોન્ચ કરાયો છે. બંને ફોન 4જી અને 5જી વેરિએન્ટમાં લગભગ સમાન છે. આ બંને ફોનમાં 120 હર્ટ્ઝ, 6.67 ઇંચની AMOLED ડિસ્પ્લે, 5,000 mAhની બેટરી અને 16 MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: Budget smartwatch: રૂ.10,000થી ઓછી કિંમતમાં મળે છે Xiaomi, Realme અને Amazfit જેવી કંપનીઓની આ સ્માર્ટવોચ

    રેડમી નોટ 11 પ્રો 5જી

    રેડમી નોટ 11 પ્રો 5જી ક્વોલકોમ સ્નેપડ્રેગન 695 SoC સાથે આવે છે, 4જી મોડલમાં મીડિયાટેક હેલિયો G96 પ્રોસેસર આપવામાં આવ્યું છે. બંને ડિવાઇસ આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ 11 પર આધારિત MIUI 13 પર ચાલે છે.

    કિંમત

    રેડમી નોટ 11 પ્રો 4જીના 6GB રેમ અને 64GB સ્ટોરેજવાળા બેઝ ઓપ્શન માટે કિંમત 299 ડોલર છે, એટલે કે લગભગ 22,400 રૂપિયા થાય છે. જ્યારે 128GB સ્ટોરેજવાળા વિકલ્પની કિંમત $329 એટલે કે 24,700 રૂપિયા છે. જ્યારે 128GB સ્ટોરેજ સાથે 8GB RAM મોડેલ 349 ડોલર એટલે કે લગભગ 26,300 રૂપિયામાં મળશે. 5G વર્ઝનની જેમ જ મેમરી મોડલની કિંમતો અનુક્રમે 329 ડોલર (અંદાજે 24,700 રૂપિયા), 349 ડોલર (અંદાજે 26,300 રૂપિયા) અને 379 ડોલર (અંદાજે 28,400 રૂપિયા) છે.

    આ પણ વાંચો: Smartphone: મોર્ડન સ્માર્ટફોન શા માટે રિમૂવ કરી શકાય તેવી બેટરી સાથે નથી આવતા? તેની શું અસર પડે છે?

    જણાવી દઈએ કે રેડમી નોટ 11 અને 11Sનું વેચાણ 28 અને 29 જાન્યુઆરીએ થશે અને બંનેની શરૂઆતી કિંમતમાં ડિસ્કાઉન્ટ મળશે અને દરેક મોડલ પર 20 ડોલરનું ડિસ્કાઉન્ટ મળશે. 91Mobiles અનુસાર, રેડમી નોટ 11 પ્રો 4જી અને 5જી મોડેલો પ્રારંભિક બર્ડ ઓફર્સ સાથે અલીએક્સપ્રેસ પર 16 થી 17 ફેબ્રુઆરીએ વેચાણ માટે ઉપલબ્ધ થશે.
    First published:

    Tags: મોબાઇલ, શ્યાઓમી, સ્માર્ટફોન

    આગામી સમાચાર