આજે શિયોમી Mi Fan Festivalનો છેલ્લો દિવસ છે. 4 એપ્રિલથી શરૂ થયેલો સેલ શિયોમોની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે. આ સેલમાં ગ્રાહકો સસ્તી કિંમતે શિયોમીના ઉત્પાદનો ખરીદી શકે છે. રેડમી નોટ 6 પ્રો ને રૂ. 15,999 ની જગ્યાએ રૂ. 10,999 પર ખરીદી શકાય છે. તે જ સમયે બીજો ફોન, રેડમી 6 પ્રો, રૂ. 7,999 માં ખરીદવાની ઓફર કરવામાં આવી રહી છે, જેની હકીકત કિંમત રૂ. 11,499 છે. શિયોમીના 2018ના સૌથી લોકપ્રિય સ્માર્ટફોન રેડમી નોટ 5 પ્રો વિશે વાત કરીએ તો ગ્રાહકોને તેના પર રૂ. 6,000 નું ડિસ્કાઉન્ટ મળી શકે છે. ફોનની હકીતત કિંમત રૂ. 15,999 છે, જે સેલમાં માત્ર 10,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
સેલમાં શિયોમીની એક્સેસરીઝ પર પણ ઓફર કરવામાં આવી રહી છે. તેથી જો તમે શિયોમીના ચાર્જર અને કેબલ ખરીદવા માંગો છો, તો તમે 150 રૂપિયાના ડિસ્કાઉન્ટમાં મેળવી શકો છો. તેની હકીકત કિંમત રૂ. 299 છે, જે સેલ હેઠળ ફક્ત રૂ. 149 મા ખરીદી શકાય છે. આ ઉપરાંત એમઆઈ બેન્ડ-એચઆરએક્સ એડિશન માટે ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. આ બેન્ડની હકીકત કિંમત રૂ. 1,799 છે, જે 999 રૂપિયામાં ખરીદી શકાય છે.