Xiaomiના આ Smart TV પર સેલ શરુ, ઉઠાવો ઓફરનો લાભ

News18 Gujarati
Updated: January 21, 2019, 11:28 AM IST
Xiaomiના આ Smart TV પર સેલ શરુ, ઉઠાવો ઓફરનો લાભ
જુઓ કેટલી ખાસ છે Xiaomiની આ TV...

જુઓ કેટલી ખાસ છે Xiaomiની આ TV...

  • Share this:
શિયોમીનું સ્માર્ટ ટીવી Mi TV 4A Pro નો આજે 21 જાન્યુઆરીથી સેલ શરુ થવા જઇ રહ્યો છે. તમે આ સ્માર્ટ ટીવીને mi.com પરથી ખરીદી શકો છો. કંપનીએ તાજેતરમાં જ આ ટીવીને લોન્ચ કરી છે, જે સત્તાવાર વેબસાઇટ mi.com પરથી ખરીદી શકાય છે. આ 43-ઇંચની ટીવી વિશે વાત કરીએ તમે તેને 22,999 રુપિયામાં ખરીદી શકો છો.

આ ટીવીની વિશેષતા વિશે વાત કરીએ તો શિયોમી દાવો કરે છે એમઆઇ એલઇડી ટીવી 4એ પ્રોમાં 7 લાખથી વધુ કલાકોનું કન્ટેન્ટ છે. આનો અર્થ એ કે જો તમે આ ટીવી સાથે ફિલ્મ અને અને મનોરંજન 80 વર્ષ સુધી જોશો તો પણ તે સમાપ્ત થશે નહીં. ગ્રાહકોને આ સેલમાં એક વર્ષની વોરન્ટી આપવામાં આવશે, જેના માટે તમારે માત્ર 1,299 રુપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો: બાઇકમાં આવી રીતે લગાવો SIM કાર્ડ, કોઇ અડશે તો પણ ફોન પર આવી જશે એલર્ટ

Mi LED TV 4A Pro ના ફિચર્સ

તેમાં 43-ઇંચની ડિસ્પ્લે છે, જે શિયોમીના કસ્ટમ પેચવૉલ ઓએસ સાથે એન્ડ્રોઇડ ટીવી પર કામ કરે છે. આ ઉપરાંત તેમાં અલ્ટ્રા-તેજસ્વી એલઇડી ડિસ્પ્લે છે અને 64-બીટ ક્વોડ-કોર પ્રોસેસર પર ચાલે છે. સ્ટોરેજના કિસ્સામાં, તેમાં 1 જીબી રેમ અને 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે.

આ ટીવી વિશે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તે એઆર 11 બ્લૂટૂથ રિમોટ વૉઇસ કંટ્રોલ સાથે આવે છે. તેના સિવાય તેમા 20Wના મોટા સ્પીકર્સ છે. કનેક્ટિવિટી માટે, તેમાં 3 યુએસબી પોર્ટ્સ, અને 3 એચડીએમઆઇ પોર્ટ્સ અને 1 એવી પોર્ટ જેવી સુવિધા છે, આ ઉપરાંત બ્લુટુથ અને વાઇ-ફાઇ ફિચર સામેલ છે.
First published: January 21, 2019, 11:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading