નવા ફોનથી લઇને જૂનો ફોન, માત્ર પાંચ દિવસ માટે ભારે ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે Xiaomi ફોન

News18 Gujarati
Updated: August 26, 2019, 3:36 PM IST
નવા ફોનથી લઇને જૂનો ફોન, માત્ર પાંચ દિવસ માટે ભારે ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે Xiaomi ફોન
સેલમાં નવા ફોનથી લઇને જૂનો ફોન ખરીદી શકો છો.

સેલ આજે એટલે કે 26 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ચાલશે. સેલમાં નવા ફોન પર પણ ગ્રાહકોને ઑફર કરવામાં આવી રહી છે. ચાલો જાણીએ આ ઑફરની સંપૂર્ણ વિગતો.

  • Share this:
શિયોમીએ ફરીથી ગ્રાહકોને સસ્તામાં ફોન ખરીદવાની તક આપી છે. કંપનીએ તેની ઓફિશિયલ વેબસાઇટ પર મી સુપર સેલની શરુઆત કરી છે. આ સેલ આજે એટલે કે 26 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ચાલશે. સેલમાં ગ્રાહકોને જૂના ફોન તેમજ નવા સ્માર્ટફોન પર પણ ઑફર કરવામાં આવી રહી છે. જાણો સંપૂર્ણ વિગતો.

Redmi Note 7 Proનું બેઝ વેરિયન્ટ 13,999 રૂપિયામાં ખરીદી શકાય છે. એમઆઇના ઓફિશિયલ પેઇઝ પર આપવામાં આવેલી માહિતી અનુસાર ફોનની કિંમત 15,999 રૂપિયા છે. તેમાં 4GB રેમ સાથે 64GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયેન્ટ પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.Redmi Y3 ને આ સેલ દરમિયાન 8,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજની કિંમત છે. તેનું 4 જીબી રેમ મોડેલ 11,999 રૂપિયામાં ઘરે લાવી શકાય છે. એમઆઈ એક્સચેન્જ હેઠળ ફોન ખરીદવા પર પણ 1000 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે.Redmi Note 6 Proપર 5 હજાર સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આ ફોન 15,999 રૂપિયાને બદલે 11,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઉપરાંત વધારાની છૂટ પણ આપવામાં આવી રહી છે.Poco F1ની શરુઆત કિંમત 17,999 રૂપિયા છે. આ કિંમતમાં તમને 6GB રેમ અને 64GB મેમરી વેરિએન્ટ મળશે. આ સ્માર્ટફોનમાં વધારાના ડિસ્કાઉન્ટ હેઠળ પણ છૂટ આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ફોનને 8 હજાર રૂપિયા સુધી સસ્તામાં લાવી શકાય છે.

આ પણ વાંચો: બદલી ગયું WhatsAppનું નામ, જલદી તમારા ફોનમાં દેખાશે આવુંXiomi Mi A2 પણ એક લોકપ્રિય સ્માર્ટફોન છે. 17,999 રૂપિયાના આ ફોનને 9,999 રૂપિયામાં ખરીદી શકાય છે. એમઆઈ એક્સચેન્જ હેઠળ 1000નુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
First published: August 26, 2019, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading