શિયોમીના બજેટ સ્માર્ટોફોન શ્રેષ્ઠ સુવિધાઓથી લોકપ્રિય છે. તેથી જો તમે કોઈ નવો ફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, તો શિયોમી સારો વિકલ્પ છે. ઓછી કિંમત હોવા છતાં, શિયોમી તેના કેટલાક સ્માર્ટફોનને વધુ સસ્તામાં ખરીદવાની તક આપી રહી છે. શિયોમી Mi Super Saleમાં Redmi 6, Redmi 6 Pro, Redmi Note 6 Pro, Redmi Note 5 Pro, Redmi Y2 અને Poco F1 જેવા સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સેલમની શરુઆત 11 એપ્રિલથી થઇ હતી, જેનો આજે છેલ્લો દિવસ છે,
Xiaomi Redmi Note 6 Pro: સેલ દરમિયાન આ સ્માર્ટફોન 11,999ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે, જેની કિંમત 15,999 છે. માય એક્સચેન્જની ઓફર હેઠળ આ ફોન પર વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. શિયોમી રેડમી 6ની વાત કરીએ તો સેલમાં આ ફોન પર રૂ. 3,500નું ડિસ્કાઉન્ટ છે. આ ફોનની કિંમત રૂ. 11,499 છે, જે ડિસ્કાઉન્ટ પછી 7,999 રૂપિયાના ડિસ્કાઉન્ટમા ખરીદી શકાય છે.
Xiaomi Redmi 6: ગ્રાહકો આ ફોનને સેલ દરમિયાન 8,999 રૂપિયાના બદલે 6,999 રૂપિયામાં ખરીદી શકે છે. સ્માર્ટફોનમાં 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ છે, જેમાં ડ્યુઅલ કૅમેરો પણ છે. શિયોમી રેડમી નોટ 5 પ્રો સેલમાં રૂ. 15,999 ની જગ્યાએ રૂ. 10,999 પર ખરીદી શકાય છે. જોકે, રેડમી નોટ 5 પ્રોના ગોલ્ડ 6 જીબી + 64 જીબી વેરિએન્ટ રૂ. 11, 999 પર ઉપલબ્ધ છે.
Xiaomi Poco F1: આ સેલમાં આ સ્માર્ટફોન રૂ. 17,999ની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે. તેના 6 જીબી રેમ અને 128 જીબી મોડેલની કિંમત 20,999 રૂપિયા છે અને 8 જીબી રેમ મોડેલની કિંમત 24,999 રૂપિયા છે. શિયોમી રેડમી વાય 2: શિયોમીની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, રૂ. 10,999 અને રૂ.7,999 માટે ખરીદી શકાય છે. આ ફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર