ઇ-કોમર્સ વેબસાઇટ પર ફ્લિપકાર્ટ ડેઝ સેલ ચાલી રહ્યો છે. આ સેલનો આજે છેલ્લો દિવસ છે. આ સેલમાં ગ્રાહકો ખૂબ સસ્તી કિંમતે ખરીદી શકે છે. સેલમાં ગ્રાહકો ઇલેક્ટ્રોનિક, ગેજેટ, ફેશન અને ઘરના ઉપકરણોને અડધાથી ઓછા કિંમતે ખરીદી શકે છે. ચાલો ઓફર્સ વિશે જાણીએ.
આ સેલમાં તમે નીચા ભાવે લેપટોપ ખરીદી શકો છો. તમે એચપી કંપનીનું લેપટોપ મોડલ HP 15q APU Dual Core A9 - (4 GB/1 TB HDD/Windows 10 Home) 15q-dy0007AU ખરીદો છો તો તમને 33% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત તેના પર નો કોસ્ટ ઇએમઆઇની સુવિધા મળશે અને એક્સ્ટ્રા ઓફર પણ મળશે. ફ્લિપકાર્ટની વેબસાઇટ અનુસાર આ લેપટોપની કિંમત 34,528 રુપિયા છે. આ સેલમાં AC, ફ્રિઝને 50 ટકાની છૂટ પર લઇ શકો છો. આ સેલમાં હોમ ફર્નિચર કેટગરી પ્રોડક્ટ પર 30-75 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
75% ડિસ્કાઉન્ટમાં ખરીદો સ્માર્ટ ટીવી
સેલમાં ટીવી અને હોમ એપ્લાઇન્સ પર 75% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Vu Smart HD TVને 32 ઇંચને 12,499 રુપિયાની શરુઆતી કિંમતે ખરીદી શકો છો. આ ટીવી પર એક્સ્ચેન્જ ઓફરનો લાભ પણ મેળવી શકો છો. જેના હેઠળ ગ્રાહક 7 હજારની છૂટ પર મેળવી શકે છે. એટલું જ નહીં આ સ્માર્ટ ટીવી પર દર મહિને 432 રુપિયાના ઇએમઆઇ પર ઘરે લાવી શકાય છે.
એક્સિસ બેન્કના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની ખરીદીથી 10 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત, આ સાથે ઇએમઆઈ પર એક્સચેન્જ ઑફરોમાં પણ ઉત્પાદન ખરીદી શકાય છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર