Xiaomi Miના આ નવા પ્રોડક્ટનું વેચાણ શરૂ, જાણો કિંમત અને ખાસિયત

News18 Gujarati
Updated: May 25, 2019, 2:19 PM IST
Xiaomi Miના આ નવા પ્રોડક્ટનું વેચાણ શરૂ, જાણો કિંમત અને ખાસિયત
Xiaomi Miના આ નવા પ્રોડક્ટનું વેચાણ શરૂ

Xiaomi ભારતમાં તેના પ્રોડક્ટનું પોર્ટફોલિયો ઝડપથી વધારી રહી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: Xiaomi ભારતમાં તેના પ્રોડક્ટનું પોર્ટફોલિયો ઝડપથી વધારી રહી છે. કંપનીએ હવે Xiaomi Mi Sunglasses, Mi Polarized Square અને Mi Polarized Pilotનું વેચાણ પણ ભારતમાં શરૂ કરી દીધું છે. આ બન્ને સનગ્લાસિસ Mi ઇન્ડિયા ઇ-સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે, આના આ સ્પેશિયલ ગ્લાસિસથી વિઝ્યુઅલ ક્લેરિટી ઘણી સારી મળશે. પોલરાઇઝ્ડ સ્કવેર સનગ્લાસિસની કિંમત 899 રૂપિયા (MRP- 999 રૂપિયા) અને મી પોલરાઇઝ્ડ પાયલોટ સનગ્લાસિસની કિંમત (MRP- 1199 રૂપિયા) રાખવામાં આવી છે.

Mi Square sunglassesના સ્પેશિયલ ફીચર્સ

આમાં ફ્લેક્સિબલ TR90 ફ્રેમ આપવામાં આવી છે.

>> યુનિવર્સલ ફ્રેમ સાઇઝ (5.1 cm) સાથે આ સનગ્લાસ 18 ગ્રામના છે.
>> કંપનીનું કહેવું છે કે, આના લેન્સમાં ઘણા કલર ઓપ્શન છે.
>> Mi Polarised Square સનગ્લાસિસ બ્લુ અને ગ્રે કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.
Loading...

>> આટલું જ નહીં, આ સનગ્લાસિસ સાથે કંપની 6 મહિનાની લિમિટેડ વોરન્ટી પણ આપે છે.

આ પણ વાંચો: Samsungના આ બે ફોનમાં થયો 11 હજારથી વધુનો ઘટાડો

Mi Polarized Pilot sunglassesના ફીચર્સ


>> મી પોલરાઇઝ્ડ પાયલલોટ સનગ્લાસિસ પણ 18 ગ્રામના છે અને બન્ને સાઇડ એક યુનિવર્સલ ફ્રેમ સાઇઝ (5.7 cm) આપવામાં આવી છે.
>> સ્કવેર વેરિયન્ટની જેમ પાયલોટ સનગ્લાસિસ પણ બ્લુ અને ગ્રે કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે અને તેની વોરન્ટી 6 મહિનાની છે.
>> કંપનીનું કહેવું છે કે, નવી ટેક્નોલોજી તેજ પ્રકાશ, પોલરાઇઝ્ડ લાઇટ અને નુકસાનદાયક યુવી રેઝને આંખો સુધી પહોંચવાથી રોકે છે.
>> કંપનીનું કહેવું છે કે, આ સનગ્લાસિસ યુવીએ, યુવીબી અને યુવીસી કિરણોથી 100 ટકા પ્રોટેક્શન આપે છે.
>> આમાં આપેલા સ્ક્રેચ રેસિસ્ટેન્ટ લેન્સ કોન્ટ્રાસ્ટને વધારે છે. સાથે જ આઇ સ્ટ્રેનને ઘટાડે છે.

 
First published: May 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...