આજથી Xiaomi Mi Notebook Pro અને Ultra નું વેચાણ થયું શરૂ, ક્યાં છે શું કિંમત અને ઓફર

બજારમાં આજથી મળશે શાઓમીનું લેર

Xiaomiનાં Smarter Living 2022 ઈવેન્ટ દરમિયાન બે ખાસ લેપટોપ લોન્ચ કરવામાં આવ્યાં હતાં. હાલમાં આ લેપટોપનું વેચાણ Mi.com, Amazon, અને Mi Home stores પર થઈ રહ્યું છે.

  • Share this:
    Xiaomiની ન્યુ જનરેશનના Mi NoteBook Ultra અને Mi NoteBook Pro લેપટોપનું વેચાણ આજથી શરૂ થઈ ચૂક્યું છે. આ લેપટોપને Xiaomi દ્વારા Smarter Living 2022 ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. હાલમાં આ લેપટોપનું વેચાણ Mi.com, Amazon, અને Mi Home stores પર થઈ રહ્યું છે.

    બંને લેપટોપમાં શું છે ખાસ?

    આ બંને લેપટોપ 11મી જનરેશનના ઇન્ટેલ કોર પ્રોસેસરથી સજ્જ છે. જેમાં Intel Iris Xe ગ્રાફિક્સ અને ઘણા કન્ફિગ્રેશન છે. આ લેપટોપમાં ખરીદી માટે સિંગલ ગ્રે કલરનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ લેપટોપ Windows 10 પર કામ કરે છે અને Windows 11નું અપગ્રેડ મળશે.

    આ પણ વાંચો-No Safety: ભારતીય બનાવટની Suzuki Swift લેટિન ક્રેશ ટેસ્ટમાં ફેઇલ, મળ્યા ZERO સ્ટાર્સ

    શું છે કિંમત?

    ભારતમાં 11મી જનરેશનના ઇન્ટેલ કોર i5 પ્રોસેસર સાથે બેઝ વેરિએન્ટ માટે Mi NoteBook Ultraની કિંમત રૂ. 59,999થી શરૂ થાય છે. કોર i5 પ્રોસેસર અને 16GB રેમ વેરિઅન્ટની કિંમત રૂ. 63,999 છે. કોર i7 પ્રોસેસર અને 16GB રેમ મોડેલની કિંમત રૂ. 76,999 છે.

    જ્યારે Mi NoteBook Pro રૂ. 56,999ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. કોર i5 પ્રોસેસર અને 16GB રેમ વેરિઅન્ટની કિંમત રૂ. 59,999 છે. કોર i7 પ્રોસેસર અને 16GB રેમ મોડેલની કિંમત રૂ. 72,999 છે. બંને લેપટોપ 26 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો-Samsung Galaxy Z Fold 3: જાણો ફોનનાં ફિચર્સ, ટેક્નોલોજી અને ફોન વિશે બધુ જ

    ઓફર શું મળે છે?

    Xiaomiએ ઇન્ટેલ કોર i7 વેરિએન્ટ્સ પર રૂ. 4,500 એચડીએફસી બેંક કેશબેક ઓફર અને Mi NoteBook 2021 સિરીઝના ઇન્ટેલ કોર i5 વેરિએન્ટ્સ પર રૂ. 3,500ના કેશબેકની પણ જાહેરાત કરી છે. Mi.com પર રૂ. 750ની કિંમતની Play-and-Win કૂપન મળે છે.

    Mi NoteBook Ultraનાં સ્પેસિફિકેશન

    Mi NoteBook Ultra લેપટોપ Windows 10 Home પર કામ કરે છે. તેમાં 15.6 ઈંચ (3,200x2,000 પિકસલ) Mi-Truelife+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો આસ્પેક્ટ રેશિયો 16: 9, 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, મહત્તમ 300 નિટ્સ બ્રાઇટનેસ, 100 ટકા sRGB કવરેજ, TUV Rheinland low blue light સર્ટિફિકેશન અને ડીસી ડિમિંગ મળે છે.

    આ પણ વાંચો-આ સ્માર્ટફોન્સમાં મળશે શાનદાર બેટરી પાવર, કિંમત પણ છે 15 હજાર રૂપિયાથી ઓછી

    લેપટોપમાં 89 ટકાનો સ્ક્રીન-ટુ-બોડી રેશિયો છે અને તેમાં એચડી વેબકેમ આપવામાં આવ્યો છે. આ લેપટોપ Intel Core i7-11370H CPUથી સજ્જ છે. જેની સાથે Intel Iris Xe આપવામાં આવે છે. તેમાં 16GB DDR4 રેમ અને 512GB NVMe SSD સ્ટોરેજ છે.



    આ પણ વાંચો-14 સપ્ટેમ્બરે એપલ લોન્ચ કરી શકે છે iPhone 13 સિરીઝ, જાણો ક્યારે કરી શકાશે પ્રી-બુકિંગ

    આ ઉપરાંત વાઈફાઈ 6, બ્લુટુથ V5.1, થન્ડરબોલ્ટ 4 પોર્ટ, HDMI પોર્ટ, USB ટાઈપ C પોર્ટ, બે USB ટાઇપ-A પોર્ટ, 3.5 MM, હેડફોન જેક, બે 2 વોટ સ્પીકર મળે છે. પાવર બટનને ફિંગર પ્રિન્ટ સ્કેનર તરીકે વાપરી શકાય છે. Mi Notebookની સરખામણીએ નવા લેપટોપનું ટ્રેકપેડ 63 ટકા મોટું છે. આ લેપટોપમાં 70Whr બેટરીનો પાવર મળે છે. તેમાં USB ટાઈપ C ચાર્જ સાથે 65 વોટનું ચાર્જર મળે છે. આ લેપટોપ 17.9mm જાડું છે અને વજન 1.7 kgનું છે.

    આ પણ વાંચો-SpO2 મોનિટર સાથે Mi Band 6 અને Mi Tv 5X ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

    Mi NoteBook Proના સ્પેસિફિકેશન

    Mi NoteBook Proમાં 14 ઈંચની 2.5K (2,560x1,600 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 16:10 એસ્પેક્ટ રેશિયો, 300 નિટ્સ મહત્તમ બ્રાઈટનેસ, 100 ટકા sRGB કવરેજ, TUV Rheinland low blue light સર્ટિફિકેટ મળે છે. આ લેપટોપ 11th જનરેશન Intel Core i7 પ્રોસેસરથી સજ્જ છે. જેની સાથે Intel Iris Xe પણ મળે છે. તેમાં16GB રેમ અને 512GB SSD સ્ટોરેજ મળે છે. તેમાં કનેક્ટિવિટી અને ઓડિયો માટે Mi NoteBook Ultra જેવી જ સુવિધાઓ છે. આ લેપટોપમાં 56Whr બેટરી અપાવમાં આવી છે. જે 11 કલાકનું બેકઅપ આપી શકે છે.
    Published by:Margi Pandya
    First published: