Home /News /tech /2 ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 8 જેન 1 પ્લસ પ્રોસેસર સાથે આવશે Xiaomi Mi Mix Fold 2 સ્માર્ટફોન!

2 ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 8 જેન 1 પ્લસ પ્રોસેસર સાથે આવશે Xiaomi Mi Mix Fold 2 સ્માર્ટફોન!

ફોનને બુક-સ્ટાઇલની ફોલ્ડિંગ ડિઝાઇન મળી શકે છે, જેમ કે આપણે Mi Mix Foldમાં જોયું હતું.

Xiaomi Mi Mix Fold 2: Xiaomiના કથિત Mi Mix Fold 2 સ્માર્ટફોનમાં આંખના પ્રોટેક્શન માટે DC ડિમિંગ ફીચર સાથે 120Hz રિફ્રેશ રેટવાળી 6.5 ઇંચ અને 8 ઇંચની ડિસ્પ્લે હશે.

    Xiaomi Mi Mix Fold 2: એવું લાગે છે કે સ્માર્ટફોન માર્કેટમાં આગામી મોટી સ્પર્ધા ફોલ્ડેબલ ફોન (Foldable Phones)ની કેટેગરીમાં થવાની છે. Xiaomi Mi Mix Fold 2 ફોનને લઈને મહત્વની જાણકારી સામે આવી છે. એક જાણીતા ટિપસ્ટરે જણાવ્યું છે કે આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની કવર ડિસ્પ્લે મળશે અને તેના ઇન્ટરનલ ડિસ્પ્લેની સાઇઝ 8 ઇંચ હશે. એવું કહેવામાં આવ્યું છે કે Xiaomiના અન્ય ફોલ્ડેબલ ફોનને પણ ઇન્ટરનલ સ્ક્રીન પર સારી ક્રીઝ મળશે. આ ફોલ્ડેબલ ફોનના સ્પેસિફિકેશન્સ અને ડિઝાઇન સાથે જોડાયેલી માહિતી પણ લીક થઈ ગઈ છે. ફોનને બુક-સ્ટાઇલની ફોલ્ડિંગ ડિઝાઇન મળી શકે છે, જેમ કે આપણે Mi Mix Foldમાં જોયું હતું. તેમા Snapdragon 8 Gen 1 Plus પ્રોસેસર હોઈ શકે છે.

    ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશને દાવો કર્યો છે કે Xiaomiના કથિત Mi Mix Fold 2 સ્માર્ટફોનમાં આંખના પ્રોટેક્શન માટે DC ડિમિંગ ફીચર સાથે 120Hz રિફ્રેશ રેટવાળી 6.5 ઇંચ અને 8 ઇંચની ડિસ્પ્લે હશે. તેની સરખામણીમાં Mi Mix Foldના કવર ડિસ્પ્લેમાં 60Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. ટિપસ્ટરે દાવો કર્યો છે કે નવા ફોલ્ડેબલ ફોનના ઇન્ટરનલ ડિસ્પ્લેમાં LTPO ટેક્નોલોજી મળશે અને Mi Mix Fold કરતાં ઘણી સારી ક્રિઝ હશે. અનુમાન કરવામાં આવ્યું છે કે Mi Mix Fold 2ની સ્ક્રીનમાં Mi Mix Fold કરતા પાતળી ક્રીઝ હશે.

    આ પણ વાંચો: Smartphone Insurance માટે ICICI લોમ્બાર્ડે Airtel Payments Bank સાથે કર્યો કરાર, જુઓ ડિટેલ્સ

    ટિપસ્ટરે એ પણ જણાવ્યું છે કે Mi Mix Fold 2 ફોલ્ડેબલ ફોન Qualcomm Snapdragon 8 Gen 1 Plus પ્રોસેસરથી સજ્જ હશે. મોડલ નંબર SM8475વાળા ચિપસેટ વિશે કહેવાય છે કે તે TSMCના 4nm મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ પર આધારિત છે અને ઘણા ઇમ્પ્રૂવમેન્ટ ઓફર કરે છે. એવું કહેવાય છે કે આ ફોલ્ડેબલ ફોન 2022માં એટલે કે આ વર્ષના મધ્યમાં લોન્ચ થશે.

    નોંધનીય છે કે Xiaomiએ ભારતમાં Mi Mix Fold લોન્ચ કર્યો નથી. Mi Mix Fold 2 વિશે હજુ સુધી એ કહેવામાં આવ્યું નથી કે આ ફોન ભારતમાં આવશે કે નહીં.

    આ પણ વાંચો: OnePlus જલ્દી લોન્ચ કરી શકે છે OnePlus Tab 5G, જાણો શું હશે કિંમત અને ફીચર્સ?

    કંપનીના અન્ય એક ફ્લેગશિપ ફોનની વાત કરીએ તો Xiaomi 12 Ultra સ્માર્ટફોન મે મહિનામાં ચીનમાં લોન્ચ થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ગયા વર્ષે આવેલા 'Mi 11 Ultra' સ્માર્ટફોનનો કથિત સક્સેસર હશે. કંપની Xiaomi 12 Ultraને પ્રીમિયમ સ્માર્ટફોન તરીકે લોન્ચ કરી શકે છે. આ Xiaomi 12, Xiaomi 12 Pro અને Xiaomi 12X સ્માર્ટફોનને લીડ કરશે જેનું ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનમાં લોન્ચિગ કરવામાં આવ્યું હતું.

    કેટલાક રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે Xiaomi 12 Ultraમાં Snapdragon 8 Gen 1+ પ્રોસેસર આપવામાં આવી શકે છે, જે Xiaomi 12 Proમાં આપવામાં આવેલા પ્રોસેસરનું અપગ્રેડેડ વર્ઝન છે. આગામી ડિવાઇસ 4,860mAh બેટરી અને 120W ફાસ્ટ ચાર્જિંગ સાથે પેક કરી શકાય છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Xiaomi Smartphones

    विज्ञापन
    विज्ञापन