આ સેલમાં ખરીદો સ્માર્ટફોન અને ટીવી, મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

News18 Gujarati
Updated: May 30, 2019, 10:19 AM IST
આ સેલમાં ખરીદો સ્માર્ટફોન અને ટીવી, મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
ચીનની કંપની શિયોમી ભારતમાં તેના સસ્તા ફોન માટે જાણીતી છે, કંપનીને આ સેલમાં સસ્તામાં રેડમી સીરીઝ અને ટીવી ખરીદવાની તક આપી છે.

ચીનની કંપની શિયોમી ભારતમાં તેના સસ્તા ફોન માટે જાણીતી છે, કંપનીને આ સેલમાં સસ્તામાં રેડમી સીરીઝ અને ટીવી ખરીદવાની તક આપી છે.

  • Share this:
Xiaomi Mi Days Saleનો આજે ચોથો દિવસ છે. ગ્રાહકો એમઆઈ-કોમ અને એમેઝોન પ્લેટફોર્મ્સથી આ સેલનો લાભ લઈ શકે છે. જોકે, ચીનની કંપની શિયોમી ભારતમાં તેના સસ્તા ફોન માટે જાણીતી છે, તે કંપની આ સેલમાં સસ્તામાં રેડમી સીરીઝ અને ટીવી ખરીદવાની તક આપી રહી છે. શિયોમીના આ સેલમાં ખાસ એક્સ્ચેન્જ ઓફરનો લાભ લઇ શકાય છે. ચાલો જાણીએ કે તમે ફોન પર કેટલું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

Mi A2

જો તમે ફોન ખરીદવા માટે એક ખાસ ફિચર્સ ધરાવતો ફોન શોધી રહ્યાં છો, તો Xiaomi Mi A2 તમારા માટે સારો વિકલ્પ છે. એમેઝોન પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તેના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજના બેઝ વેરિઅન્સ રૂ .11,999 માટે વેચવામાં આવે છે, જેની કિંમત 17,499 છે. તેના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટ્સ 15,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઉપરાતં આ ફોન પર રૂ. 2,000 સુધીનો એક્સચેન્જનો લાભ મેળવી શકો છો.Redmi Note 5 Pro

આ કંપનીનો સૌથી લોકપ્રિય ફોન છે. તેનો 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટ રૂ. 10,999માં લઇ શકો છો, જેની કિંમત 15,999 રૂપિયા છે. તેના 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટ 11,999 રૂપિયામાં ખરીદી શકો છો.આ પણ વાંચો: Vivo Y15 ટ્રીપલ રિયર કેમેરા અને દમદાર બેટરી સાથે ભારતમાં લોન્ચ

Redmi 6A

આ ફોનની કિંમત રૂ.10,499 છે, પરંતુ તમે આ સેલમાં 7,499 રૂપિયામાં ખરીદી શકો છો. ફોનની વિશેષતા ડ્યુઅલ રિયર કેમેરા છે, જે 12 મેગાપિક્સલનો કેમેરો છે.Mi LED TV

Mi LED TV 4A PRO 123.2 cm (49) Full HD એન્ડ્રોઇડ ટીવીને 3 હજાર રુપિયામાં ખરીદી શકાય છે. આ ટીવીની કિંમત રૂ. 32,999 છે, પરંતુ સેલમાં ગ્રાહકો તેને માત્ર રૂ. 29, 999માં ઘરે લઈ જઇ શકે છે. તેના બીજા ટીવી વિશે વાત કરીએ તો કંપનીના Mi LED TV 4 PRO 138.88 cm (55) Ultra HD એન્ડ્રોઇડ ટીવી પર 7000નું ડિસ્કાઉન્ટ મળે છે. આ ટીવીની કિંમત રૂ. 54,999 છે પરંતુ સેલમાં તે રૂ. 47,999 મા ખરીદી શકાય છે.
First published: May 30, 2019, 10:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading