Children’s Day પર બાળકો માટે લોન્ચ થશે આ Reading Pen

News18 Gujarati
Updated: May 26, 2019, 11:03 AM IST
Children’s Day પર બાળકો માટે લોન્ચ થશે આ Reading Pen
આ ખાસ પેન બાળકો માટે તૈયાર કરી છે.

કંપની આ પ્રોડકટને આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ ડે દરમિયાન લોન્ચ કરશે, જે 27 મી મેના રોજ ઉજવવામાં આવશે. કંપની 27 મી મેના રોજ Mi Bunny Reading પેન રજૂ કરશે, આ ખાસ કરીને બાળકો માટે તૈયાર કરી છે.

  • Share this:
ચીનીની કંપની શિયોમી ઝડપથી સ્માર્ટફોન ઉપરાંત અન્ય ઉત્પાદનો પણ લોન્ચ કરી રહી છે. તેના પાછળ કંપનીની વ્યૂહરચના સ્માર્ટફોન પર તેની નિર્ભરતાને ઘટાડવા અને આવક વધારવા માટે છે. હવે સમાચાર એ છે કે 27 મેના રોજ બાળકો માટે ખાસ ઉત્પાદન શરૂ કરવા માટે કંપની તૈયાર છે. કંપની આ પ્રોડકટને આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ ડે દરમિયાન રજૂ કરશે, જે 27 મી મેના રોજ ઉજવવામાં આવશે. કંપની 27 મી મેના Mi Bunny Reading Pen રજૂ કરશે, ખાસ કરીને બાળકો માટે આ તૈયાર કરવામાં આવી છે.

Gizmochina ના એક અહેવાલમાં આ જાહેર કરવામાં આવ્યું છે. કંપની 199 યુઆનમાં આ ડિવાઇસ લોન્ચ કરશે જે ભારતની કરન્સી 2000 રુપિયા થાય છે. આ ડિવાઇસ 27 મેથી સવારે 10 વાગ્યે વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. આ પેનમાં કંપનીએ સ્પીકર આપ્યુ છે, જેની મદદથી બાળકો કહાનીઓ સાંભળી શકે છે.



Mi Bunny Reading Pen એક સરળ, પોર્ટેબલ અને આકર્ષક ડિઝાઇન સાથે આવે છે. આ પેનની મોટા ભાગની લાક્ષણિકતાઓ Machine Island AI Reading Pen જેવી જ છે, જે આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવી હતી. બાળકો માટે, આ ડિવાઇસ એક સ્ટોરી પ્લેયર તરીકે કામ કરશે. બાળકો આ પેનમા ફક્ત એક જ ક્લિકથી સ્ટોરી પ્લે શકે છે અને સરળતાથી સાંભળી શકે છે. તે ખાસ મટિરિયલથી બનાવવામાં આવે છે, જે યુએસ એફડીએ ફૂડ કોન્ટેક્ટ સ્ટાન્ડર્ડથી સર્ટિફાઇડ છે.

આ ઓપ્ટિકલ પેનમાં 22 સુંદર રીડડેબલ ચિત્ર બૂક છે. આ ડિવાઇસમાં બે વિકલ્પો અંગ્રેજી અને ચાઇનીઝમાં સાંભળવા મળશે, જે બાળકોને શીખવાનું સરળ બનાવે છે. કંપનીએ આ પહેલા લાઇફસ્ટાઇલ બ્રાન્ડ પણ લોન્ચ કરી છે. જેમા સનગ્લાસથી લઈને શૂઝ જેવી અનેક પ્રોડક્ટ સામેલ છે. કંપનીને સ્માર્ટફોન ઉપરાંત ટીવી સેગમેન્ટમાં પણ ખૂબ સફળતા મળી રહી છે.

 
First published: May 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...