Home /News /tech /SpO2 મોનિટર સાથે Mi Band 6 અને Mi Tv 5X ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

SpO2 મોનિટર સાથે Mi Band 6 અને Mi Tv 5X ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

MI TV

Mi TV 5Xના આ ત્રણેય મોડેલ્સમાં સ્ક્રીન ટુ બોડી રેશિયો અલગ છે, 43 ઇંચ અને 50 ઇંચ બંને ટીવી લગભગ 96 ટકા અને 55 ઇંચ વેરિએન્ટ 96.6 ટકા સાથે આવશે.

Xiaomiએ ગ્રાહકોની લાંબી રાહ બાદ આખરે ભારતમાં પોતાના Mi Band 6 અને નેક્સ્ટ જનરેશન ટીવી Mi TV 5X લોન્ચ કરી દીધા છે, જે ભારતમાં 3 સાઇઝમાં ઉપલબ્ધ થશે. તમામ મોડેલ્સ 4K રેઝોલ્યુશન ડિસ્પ્લે અને ડ્યુઅલ સાઉન્ડ સિસ્ટમ સાથે સજ્જ હશે. આ ઉપરાંત શાઓમીએ Mi Smarter Living 2022 ઇવેન્ટમાં Mi Notebook Pro લેપટોપની પણ જાહેરાત કરી છે.

આ પણ વાંચો-Realme GT માસ્ટર એડિશનનો આજે સેલ, બપોરે 12 વાગ્યાથી Flipkartમાં શરૂ થશે સેલ

Mi Band 6- Mi Band 6નું વેચાણ ભારતમાં 30 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. Mi Smart Band 6ની કિંમત રૂ. 3499 રૂપિયા છે અને તેને એમેઝોન ઇન્ડિયા, Mi હોમ સહિત શાઓમીની વેબસાઇટ અને ઓફલાઇન રીટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. કંપનીનો દાવો છે કે તે 30 વર્કઆઉટ ટાઇપ્સને ટ્રેક કરી શકે છે.

આ પણ વાંચો-આ સ્માર્ટફોન્સમાં મળશે શાનદાર બેટરી પાવર, કિંમત પણ છે 15 હજાર રૂપિયાથી ઓછી

Mi Band 6માં 1.56 ઇંચ AMOLED ડિસ્પ્લે હશે, જે Mi Band 5 કરતા 1.1 ઇંચ મોટી AMOLED સ્ક્રીન હશે. જેની પીક બ્રાઇટનેસ 450 નિટ્સ છે. ગ્રાહકોને બ્લેક, ઓરેન્જ, યેલો, ઓલિવ, આઈવરી અને બ્લૂ શેડ્સમાં સ્ટ્રેપ્સ મળશે. ફીચર્સની દ્રષ્ટિએ તેમાં 24*7 હોર્ટ રેટ અને બ્લડ ઓક્સિજન મોનિટરિંગ તેમજ સ્લીપ ટ્રેકિંગ સપોર્ટ કરે છે. તેમાં 30 સ્પોર્ટ્સ મોડેલ છે, જે 6 પ્રવૃત્તિઓને ઓટો-ડિટેક્ટ કરી શકે છે, જેમ કે વોકિંગ, રનિંગ, ઇન્ડોર ટ્રેડમિલ અને સાયક્લિંગ. તેમાં 125mAhની બેટરી છે, જે 14 દિવસનું બેટરી બેકઅપ આપશે. અન્ય ફીચર્સમાં iOS કમ્પેટિબિલિટી, બ્લૂટૂથ 5.0, ફીમેલ હેલ્થ ટ્રેકિંગ, PAI, કેમેરા રિમોટ શટર, બ્રિથિંગ એક્સરસાઇઝ અને સ્ટ્રેસ મોનિટરિંગ સામેલ છે.

આ પણ વાંચો-Amazon પરથી ખરીદી પડી શકે છે મોંઘી, મોબાઇલ યૂઝર્સ માટે 7 દિવસમાં બદલાશે 5 નિયમ, થશે આ અસર

Xiaomi Mi TV 5X- Xiaomi Mi TV 5X ટીવી સિરીઝ ગ્રાહકોને 43 ઇંચ, 50 ઇંચ અને 55 ઇંચમાં ઉપલબ્ધ થશે. તમામ મોડેલ્સમાં 3840*2160 પિક્સલ રિઝોલ્યુશન સાથે 4K પેનલ અને HRD10+ ડોલી વિઝન મળશે. Mi TV 5Xના આ ત્રણેય મોડેલ્સમાં સ્ક્રીન ટુ બોડી રેશિયો અલગ છે, 43 ઇંચ અને 50 ઇંચ બંને ટીવી લગભગ 96 ટકા અને 55 ઇંચ વેરિએન્ટ 96.6 ટકા સાથે આવશે. 43 ઇંચના વેરિએન્ટમાં 30W સ્પીકર સિસ્ટમ છે જ્યારે 50 અને 55 ઇંચના મોડલ્સમાં 40W સ્પીકર સિસ્ટમ છે. Mi TVXમાં ડ્યુઅલ સ્પીકર્સ ડોલ્બી એટમોસ ફોર્મેટ સપોર્ટ કરે છે.

Xiaomi Mi Tv 5Xના સ્પેસિફિકેશન- શાઓમી Mi TV 5X મોડેલ્સના અન્ય ફીચર્સમાં નવું કન્ટેન્ટ જોવા માટે IMDB ઇન્ટીગ્રેશન, પેરેન્ટલ લોક સાથે કીડ્સ મોડ, લાઇવ ચેનલ્સ અને વ્યૂવિંગ હિસ્ટ્રીના આધારે સ્માર્ટ રેકમન્ડેશન મળશે. સ્માર્ટ ટીવી એન્ડ્રોઇડ ટીવી 10 બેઝ્ડ પેચવોલ પર કામ કરશે અને વોઇસ કમાન્ડ્સ માટે ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ પણ કરશે. શાઓમીના આ તમામ મોડેલ્સમાં કનેક્ટિવિટી વિકલ્પોમાં ત્રણ HDMI 2.1 પોર્ટ, બે USB પોર્ટ અને એક ઇથરનેટ ઇનપુટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક ઓપ્ટિકલ પોર્ટ, 3.5mm ઓડીયો જેક અને એવી ઇનપુટ પણ છે. વધુમાં યુઝર્સ બ્લૂટૂથ 5.0 દ્વારા વાયરલેસ ડિવાઇસ કનેક્ટ કરી શકશે અને MIMO ટેક સાથે ડ્યુઅલ વાઇફાઇ કનેક્ટ કરી શકશે. Mi TV 5Xના આ ટીવીની કિંમત રૂ. 31,999 (43 ઇંચ), રૂ. 41,999 (50 ઇંચ) અને રૂ. 47,999 (55 ઇંચ) છે. 7 સપ્ટેમ્બરથી આ ટીવી મોડેલ્સ Mi.com, ફ્લિપકાર્ટ, Mi હોમ, Mi સ્ટુડિયો અને ક્રોમામાં ઉપલબ્ધ થશે.
Published by:Margi Pandya
First published:

Tags: Xiaomi Mi TV, Xiaomi Mi Watch, Xiaomi New Launch

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन