Video: Xiaomiનું Mi Air Chargeથી હાથમાં જ ચાર્જ થઇ જશે તમારો મોબાઇલ, ચાર્જરની નહીં પડે જરૂર

Video: Xiaomiનું Mi Air Chargeથી હાથમાં જ ચાર્જ થઇ જશે તમારો મોબાઇલ, ચાર્જરની નહીં પડે જરૂર
આ ટ્રાન્સમીટર સ્માર્ટફોન માટે 5W વાયરલેસ ચાર્જિગ ઉપલ્બ્ધ કરાવવા માટે સક્ષમ છે.

આ ટ્રાન્સમીટર સ્માર્ટફોન માટે 5W વાયરલેસ ચાર્જિગ ઉપલ્બ્ધ કરાવવા માટે સક્ષમ છે.

  • Share this:
    ચાઈનીઝ સ્માર્ટફોન મેકર કંપની શિયોમીએ (Xiaomi) રિમોટ ચાર્જિંગ ટેક્નોલોજી Mi Air Charge પરથી પડદો ઉઠાવી દીધો છે. Mi Air Charge એક રિમોર્ટ ચાર્જિંગ ટેક્નોલોજી (remote charging technology) છે. કે જેનાથી વાયર વગર હવામાં મલ્ટીપલ ડિવાઇસને એકસાથે ચાર્જ કરી શકે છે. એટલે કે યૂઝર્સને પોતાની ડિવાઇસને કેબલથી કે વાયરલેસ ચાર્જિંલ સ્ટેન્ડ (wireless charging) પર મુકવાની કોઇ જરૂર નથી. જો તમને આ ટેક્નોલોજીમાં ખબર નથી પડતી કે આ કઇ રીતે થાય તો આવો, આપણે આજે આ સમજીએ. શિયોમીએ પોતાના બ્લોગપોસ્ટ પર જણાવ્યું છે કે, આનું ટ્રાન્સમીટર ઘણું મોટું છે. આ તમારા ઘરમાં રાખેલા સાઇડ ટેબલ જેટલું મોટું હોય શકે છે. આ ટ્રાન્સમીટર સ્માર્ટફોન માટે 5W વાયરલેસ ચાર્જિગ ઉપલ્બ્ધ કરાવવા માટે સક્ષમ છે.

    કઇ રીતે કામ કરે છે?



    આ ચાર્જિંગને Qi સ્ટેન્ટર્ડ સાથે કોઈ લેવાદેવા નથી. તેના માટે સ્માર્ટફોન મીનિટ્યુરાઇઝડ એન્ટીના એરેમાં બિલ્ટ-ઇન બેકન એન્ટીના અને રીસિવંગ એંટીના એરે, તેની સાથે તૈયાર અથવા આઉટફિટેડ કરવામાં આવશે. સ્માર્ટફોન 14 એંટિના હોવું જોઈએ જે મિલીમીટર વેબ સિગ્નલને કોનવર્ટ કરી શકે છે. આ સિગ્નલને રિટિફાયર સર્કિટ દ્વારા ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વરવર્ટ કરવામાં આવશે.

    Mahatma Gandhi Nirvan Divas: ગુજરાત વિદ્યાપીઠના આ રૂમમાં બાપુ એક મહિના સુધી રહ્યા હતા મૌન

    Energy Transmissionનો ઉપયોગ કરવામાં આવ્યો છે

    બ્લોગમાં જણાવવામાં આવ્યું છે કે, આ ટેક્નોલોજીમાં Space positioning અને Energy Transmissionનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 5 Phase વાળા એન્ટીનાની મદદથી મોબાઇલ ફોનને ડિટેક્ટ કરવામાં આવે છે. Beamforming દ્રારા સંપર્કમાં આવતાં જ મોબાઇલની બેટરી ચાર્જ થવા લાગે છે.



    Jioનો જોરદાર પ્લાન, એકવાર રિચાર્જ કરી એક વર્ષ માટે મેળવો અનલિમિટેડ કોલિંગ, ડેટા પણ મળશે

    ટેક્નોલોજીનું હેલ્થ રિક્સ?

    હજી એ પણ પુષ્ટી નથી કરવામાં આવી કે, કંપનીનએ ટેક્નોલોજીનું હેલ્થ રિક્સ ટેસ્ટ કર્યું છે કે નહીં અથવા નથી. કંપનીએ એક ટીઝરમાં Mi Air Charge ટેકનોલોજી સ્માર્ટવોચ, ફિટનેસ બેન્ડ્સ અને બાકી વાયરેબલ્સની સાથે કોમ્પિટિબલ હશે.
    Published by:Kaushal Pancholi
    First published:January 30, 2021, 13:53 pm

    ટૉપ ન્યૂઝ