Mi TV 4 બાદ હવે ભારતમાં સસ્તા સ્માર્ટ TV લાવી રહ્યું છે Xiaomi

News18 Gujarati
Updated: March 2, 2018, 2:21 PM IST
Mi TV 4 બાદ હવે ભારતમાં સસ્તા સ્માર્ટ TV લાવી રહ્યું છે Xiaomi
ચીની સ્માર્ટફોન મેકર શઆઓમીનાં વાઇસ પ્રેસિડન્ટ અને ઇન્ડિયા હેડ મનુ કુમાર જૈને ટ્વિટ કરી છે આ ટ્વિટમાં તેમણે એક ટીવીનો ડાયાગ્રામ શેર કર્યો છે

ચીની સ્માર્ટફોન મેકર શઆઓમીનાં વાઇસ પ્રેસિડન્ટ અને ઇન્ડિયા હેડ મનુ કુમાર જૈને ટ્વિટ કરી છે આ ટ્વિટમાં તેમણે એક ટીવીનો ડાયાગ્રામ શેર કર્યો છે

  • Share this:
મુંબઇ: ગત અઠવાડિાય શાઓમીએ પહેલી વખત Mi TV 4 ભારતમાં લોન્ચ કર્યો. આ 55 ઇન્ચનું સ્માર્ટ LED ટીવીની કિંમત આશરે 40 હજાર રૂપિયા છે. અને ફ્લેશ સેલ દરમિયાન કેટલીક મીનીટો માટે તેની કિંમત સાવ ઘટી ગઇ. હવે કંપનીએ આ સાથે એક સસ્તુ વેરિએન્ટ લાવવાની તૈયારી દર્શાવી છે.

ચીની સ્માર્ટફોન મેકર શઆઓમીનાં વાઇસ પ્રેસિડન્ટ અને ઇન્ડિયા હેડ મનુ કુમાર જૈને ટ્વિટ કરી છે આ ટ્વિટમાં તેમણે એક ટીવીનો ડાયાગ્રામ શેર કર્યો છે. જે Mi TV 4 થી થોડો નાનો છે. આ ટ્વિટમાં તેમણે લખઅયું છે કે, 'MI ફેન્સ! ભારતમાં કંઇક નવું આવી રહ્યું છે હવે સમય છે સ્માર્ટર, સ્લીમર અને સ્લીકરમાં સ્વિચ કરવા. કમિંગ સૂન'

આ ટ્વિટ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં કંપની ટૂંક સમયમાં જ તેમનાં નવા સ્માર્ટ ટીવીની રેન્જ લોન્ચ કરવા તૈયાર છે. આ ટ્વિટ બાદ કંપનીનાં એક્ઝિક્યૂટિવ સંદીપ સાહુએ પણ ટ્વિટ કરી ને જણાવ્યું છે કે, ઇનોવેશન સૌનાં માટે સહેલાઇથી ઉપલ્બ્ધ થવું જોઇએ. અમે એક નવી સીરીઝ લઇને આવી રહ્યાં છીએ. જેથી વધુમાં વધુ લોકો સ્માર્ટ ટીવીનો એક્સપીરિયન્સ લઇ શકે.

સોર્સિસની માનીયે તો શાઓમી આવનારા મહિને 32 ઇન્ચનાં Mi TV 4A મોડલ લોન્ચ કરી શકે છે. ચીનમાં આ પહેલાં તે લોન કરી દેવામાં આવશે. જેની કિંમત cNY 1,099 (આશરે 11,300 રૂપિયા) છે. તે ઉપરાંત Mi TV 4Cને પણ ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છએ. જેની કિંમત 43 ઇંચ અને 55 ઇંચ વેરિએન્ટ હોઇ શકે છે. જેની કિંમત ક્રમશહ CNY 1849 (આશરે 19,000 રૂપિયા) CNY 2649 (આશરે 27,200 રૂપિયા) છે. હાલમાં તે સ્પષ્ટ નથી કે આ લોન્ચ આ મહિને જ કરવામાં આવશે કે આવતા મહિને કરવામાં આવશે.
First published: March 2, 2018, 2:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading