Xiaomi Redmi 5નો ખાસ વેરિએન્ટ લોન્ચ, જાણો શાનદાર કિંમત-ફિચર્સ

News18 Gujarati
Updated: January 29, 2018, 11:21 PM IST
Xiaomi Redmi 5નો ખાસ વેરિએન્ટ લોન્ચ, જાણો શાનદાર કિંમત-ફિચર્સ

  • Share this:
ચીની ટેકનોલોજી કંપની શાઓમીએ Redmi 5નો એક નવો વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ નવા વેરિએન્ટમાં 4GB રેમ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા કંપનીએ આ સ્માર્ટફોનને બે વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. જોકે, હાલમાં તેને ત્રીજો વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. Redmi 5ના 4GB વેરિએન્ટની કિંમત CNY 1,099 (લગભગ 11,000 રૂપિયા) છે.

Redmi 5ના પાછલા બે વેરિએન્ટમાંથી એકમાં 2GB રેમ સાથે 16GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે, જ્યારે બીજામાં 3GB રેમ છે. નવા વેરિએન્ટમાં રેમ અને મેમોરી ઉપરાંત અન્ય કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી. હાલમાં આ નવા વેરિએન્ટને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે. ઈન્ડિયાએ શાઓમીને એક મોટું પુરૂ પાડ્યું છે.

Xiaomi Redmi 5 ના ફિચર્સ

Redmi 5માં 5.7 ઈંચની એચડી ડિસ્પલે આપવામાં આવી છે, જેનો એસપેક્ટ રેશ્યો 18:9નો છે. 1.8GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગેન 450 પ્રોસેસર આપવામાં આવ્યો છે. આમાં Adreno 506 GPU આપવામાં આવ્યું છે. આ એન્ડ્રોઈડ 7.1 નોગેટ બેસ્ડ MIUI 9 પર રન કરે છે.

ફોટોગ્રાફી માટે Redmi 5માં 12 એમપીનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં 1.25 માઈક્રોન પિક્સલ છે. સેલ્ફી માટે આમાં 5 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આની બેટરી 3,300mAhની છે અને કંપનીએ દાવો કર્યો છે કે, આ 12 દિવસની સ્ટેન્ડબાય ટાઈમ આપશે.
First published: January 29, 2018, 11:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading