Xiaomi કેશલેશ પેમેન્ટ માટે કર્યુ નવું ઈનોવેશન, NFCથી સજ્જ વોચ સ્ટ્રેપ કરશે લોન્ચ

પ્રતિકાત્મક તસવીર

NFC-equipped watch straps: Xiaomi ઇન્ડિયાના (Xiaomi india) કાર્યકારી રઘુ રેડ્ડીએ ટ્વિટર (tweet) દ્વારા આ અંગે જાહેરાત કરી છે. આ સ્ટ્રેપ યુઝર્સને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરવા માટે Mi Payના માધ્યમથી સિંક કરવામાં આવશે. જોકે હજુ આ એનએફસી સ્ટ્રેપ (NFC-equipped watch straps) વિશે વધુ વિગતો સામે આવી નથી.

  • Share this:
    tech news:ટેક દિગ્ગજ કંપની Xiaomi ભારતમાં NFCથી સજ્જ વોચ સ્ટ્રેપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. Xiaomi ઇન્ડિયાના કાર્યકારી રઘુ રેડ્ડીએ ટ્વિટર દ્વારા આ અંગે જાહેરાત કરી છે. આ સ્ટ્રેપ યુઝર્સને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરવા માટે Mi Payના માધ્યમથી સિંક કરવામાં આવશે. જોકે હજુ આ એનએફસી સ્ટ્રેપ વિશે વધુ વિગતો સામે આવી નથી.

    આ જાહેરાત 28 સપ્ટેમ્બર, 2021ના રોજ શરૂ થયેલ ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાઓમીએ આ સ્ટ્રેપનો ઉલ્લેખ કર્યો હતો. ડિવાઇસને પાવર આપવા માટે RuPay, RBL બેંક અને ફિનટેક પ્લેટફોર્મ Zetaની સાથે ભાગીદારીમાં Xiaomi વોચ સ્ટ્રેપ લોન્ચ કરાયા છે. આ ડિવાઇસ શરૂઆતમાં અમુક બેંકો સુધી જ સિમિત હોઇ શકે છે, પરંતુ લાંબાગાળે યુઝર્સને વધુ વિકલ્પો મળી શકે છે.

    UPI પેમેન્ટ 6.2 લાખ કરોડ વધશે
    RBI ઇનોવેશન હબના સીઇઓ રાજેશ બંસલનો હવાલો આપી જણાવાયું છે કે ભારતમાં UPI પેમેન્ટ 2021 સુધી લગભગ 2.3 લાખ કરોડ રૂપિયા છે, પરંતુ તે વર્ષ 2025 સુધીમાં 6.2 લાખ કરોડ રૂપિયા સુધી વધી જશે. તેથી સંભવિત રૂપે આગામી 4 વર્ષોમાં 22 ટકાના સીએજીઆર પર વધવાની શક્યતા છે. બંસલે કથિત રીતે જણાવ્યું કે દેશમાં પાંચમાંથી માત્ર 1 વ્યક્તિ હજુ સક્રિય રીતે ડિજીટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યું છે અને જણાવ્યું કે તે વિકાસના વ્યાપક વિસ્તારને દર્શાવે છે, જે ભારતમાં ફિનટેક ફર્મની પાસે તત્કાલ ભવિષ્ય છે.

    આ પણ વાંચોઃ-WhatsAppથી પેમેન્ટ કરવું થયું આસાન, ચેટ કમ્પોઝર બોક્સમાં આવ્યું ₹ સિમ્બોલ

    બંસલે વધુમાં ઉમેર્યુ કે, કઇ રીતે ભારતનો જીડીપી ગુણોત્તર 14.1 ટકા છે, જે OECD દેશોના 5 ટકા ઓછા ગુણોત્તરથી પણ ઘણો પાછળ છે. કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે Xiaomi NFC વોચ સ્ટ્રેપ જેવા ઉપકરણોની સાથે ભારતમાં વધુ ઉપયોગકર્તા ઓનલાઇન નાણાકિય સેવાઓને અપનાવવાનું શરૂ કરી શકે છે.

    આ પણ વાંચોઃ-Realme Q3sમાં 12GB રેમ અને 144Hz ડિસ્પ્લે, 1 ઓક્ટોબરે થશે લોન્ચ

    કારણ કે પેમેન્ટ કરવામાં સરળતા વધી થાય છે. હાલ દેશમાં સ્ટ્રેપ્સની લોન્ચ ડેટ કે પ્રાઇઝ અંગે કોઇ ખુલાસ કરાયો નથી. તે પણ સ્પષ્ટ નથી કે NFC સ્ટ્રેપ્સ કઇ વોચ સાથે કામ કરશે અને તે જોવું વધુ રસપ્રદ હશે કે શું તે એનાલોગ વોચ માટે કોન્ટેક્ટલેસ પેમેન્ટ લાવે છે કે કેમ.
    Published by:ankit patel
    First published: