11 વર્ષ સુધી ચાલશે Xiaomiનો આ સ્માર્ટ બલ્બ, ભારતમાં સેલ શરૂ

Mi LED સ્માર્ટ બલ્બ અનેક રંગોમાં સ્વિચ કરી શકે છે. આ બલ્બને એમઆઈ હોમ એપ દ્વારા પણ કન્ટ્રોલ કરી શકાય છે.

News18 Gujarati
Updated: June 14, 2019, 3:03 PM IST
11 વર્ષ સુધી ચાલશે Xiaomiનો આ સ્માર્ટ બલ્બ, ભારતમાં સેલ શરૂ
બલ્બ કુલ 10 વોટનો છે, જેથી તેનો વિજળી ખર્ચ પણ ઓછો આવશે.
News18 Gujarati
Updated: June 14, 2019, 3:03 PM IST
શિયોમીએ Mi LED સ્માર્ટ બલ્બની ભારતમાં સેલ શરૂ કરી દીધી છે. તેની કિંમત 1299 રૂપિયા છે. એપ્રિલમાં Redmi Y3ના લોન્ચ દરમ્યાન તેની જાહેરાત કરી હતી. તે સમયે ક્રાઉડફન્ડિંગ હેઠળ આ બલ્બ 999 રૂપિયામાં ઉપલબ્ધ હતો. એ બલ્બને Mi.comની સાથે-સાથે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા ઓર્ડર કરી શકાય છે.

11 વર્ષ સુધી ચાલશે બલ્બ
Mi LED સ્માર્ટ બલ્બ અનેક રંગોમાં સ્વિચ કરી શકે છે. આ બલ્બને એમઆઈ હોમ એપ દ્વારા પણ કન્ટ્રોલ કરી શકાય છે. તેના દ્વારા બલ્બમાં કોઈ પણ રંગ સિલેક્ટ કરી શકે છે, અને ઓન-ઓફનો ટાઈમ પણ શિડ્યૂલ કરી શકો છો. કંપનીએ દાવો કર્યો કે, આ બલ્બની ઉંમર 11 વર્ષ છે, મતલબ કે 11 વર્ષ સુધી તે ખરાબ નહીં થાય.

ખુબ ઓછો વિજળી ખર્ચ થશે
બલ્બ કુલ 10 વોટનો છે, જેથી તેનો વિજળી ખર્ચ પણ ઓછો આવશે. આટલા ઓછા પાવરમાં આ 800 લ્યૂમેન બ્રાઈટનેસ ઓફર કરે છે. કંપનીનો દાવો છે કે, આ સ્માર્ટ બલ્બ તમારા લિવિંગ સ્પેસને પૂરી રીતે બદલી દેશે.

એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટને પણ કરશે સપોર્ટ
Loading...

શિયોમીનો આ સ્માર્ટ બલ્બ એમેઝોન એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટને પણ સપોર્ટ કરે છે. તેની મદદથી તમે માત્ર લાઈટ ચાલુ અને બંધ તો કરી શકોશો, પરંતુ સાથે બ્રાઈટનેસ અને કલર ટેમ્પ્રેચર પણ એડઝસ્ટ કરી શકશો. આ સ્માર્ટ બલ્બમાં સનરાઈઝ અને સમસેટ મોડ્સ પણ આપવામાં આવ્યા છે.

શિયોમીનું કહેવું છે કે, આ બલ્બ તમને Wi-Fiથી પણ કનેક્ટ થઈ જશે. શાઓમીનો સ્માર્ટ બલ્બ તમારા મિજાજ અને જરૂરતના હિસાબે કલર બદલવાની સુવિધા આપશે. કલર પ્રોફાઈલ બદલવા સિવાય તમે લાઈટના ટેમ્પ્રેચરને પમ બદલી શકો છો.
First published: June 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...