Xiaomiએ લૉન્ચ કર્યુ Mi Credit, માત્ર 5 મિનિટમાં એક લાખ રૂની લોન મળશે

News18 Gujarati
Updated: December 3, 2019, 5:09 PM IST
Xiaomiએ લૉન્ચ કર્યુ Mi Credit, માત્ર 5 મિનિટમાં એક લાખ રૂની લોન મળશે
શિયોમી (Xiaomi) એ ભારતમાં મી ક્રિડેટ (Mi Credit) સુવિધા લૉન્ચ કરી છે.

શિયોમી (Xiaomi) એ ભારતમાં મી ક્રિડેટ (Mi Credi) લૉન્ચ કરી છે. યુવાનોને તાત્કાલિક પર્સનલ લોન મળશે.

  • Share this:
દિપાલી નંદા CNBC આવાઝ :શિયોમી (Xiaomi) એ ભારતમાં મી ક્રિડેટ (Mi Credi) લૉન્ચ કરી છે. આ પ્લેટફોર્મ હેઠળકંપની યુવાનોને તાત્કાલિક પર્સનલ લોન આપશે. Mi Credit હેઠળ પાંચ મિનિટમાં જ એક લાખની લોન મળી શકશે. કંપની યૂઝર માટે કરજ લેવાના પ્લેટફોર્મ તરીકે કામ કરશે.

Xiaomiએ મી ક્રેડિટ સેવા અંતર્ગત ઇન્સ્ટન્ટ પર્સલન લોન માટે ભારતીય કંપની આદિત્ય બિરલા ફાઇનાન્સ (Aditya Birla Finance) સહિતની ચાર ફાઇનાન્શિયલ કંપની સાથે કરાર કર્યો છે. Mi Credit ભારતમાં કંપનીની ત્રીજી વેલ્યૂ એડેડ ઇન્ટરનેટ સેવા છે. અગાઉ મે મહિનામાં Mi Music અને Mi Videoની સુવિધા લૉન્ચ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સસ્તામાં ખરીદો એપલનો શાનદાર iPhone, મળી રહ્યું છે. રૂ.10,800નું ડિસ્કાઉન્ટ

માત્ર 5 મિનિટમાં લૉન મળશે

શિયોમી-કંપનીના ગ્રાહકો હવે સરળતાથી પાંચ મિનિટમાં એક લાખ રૂપિયાની લૉન મળેવી શકશે. આ લોન ક્રેડિટ સ્કોરના આધારે આપવામાં આવશે. લોન લેવા માટેની એપ્લીકેશન માત્ર 5 મિનનિટમાં ભરી શકાશે.


- લોનની ભરપાઈ 91 દિવસથી 3 વર્ષની અંદર ગમે ત્યારે કરી શકાશે. આ લોન માસિક 1.35 ટકાના વ્યાજે મળશે.

- આ સર્વિસ માટે યૂઝરે KYC રજિસ્ટ્રેશન કરાવી અને કસ્ટમર્સ આઇડી, એડ્રેસ પ્રૂફ આપવું પડશે.

- યૂઝરે એપમાંથી ફંડ ટ્રાન્સફર માટે ડિટેલ્સ પણ એડ કરવી પડશે. Mi Credit હાલમાં તો ફક્ત શાઓમી યૂઝર્સ માટે જ છે.

 
First published: December 3, 2019, 5:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading