આ પાવરહાઉસ મોબાઈલની કિંમત 8000થી પણ ઓછી, ખરીદવા પર મળશે અનેક ઓફર્સ

News18 Gujarati
Updated: March 14, 2018, 7:33 PM IST
આ પાવરહાઉસ મોબાઈલની કિંમત 8000થી પણ ઓછી, ખરીદવા પર મળશે અનેક ઓફર્સ

  • Share this:
શાઓમીએ બુધવારે ભારતમાં Redmi 5 લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ પોતાના આ મોબાઈલને કોમ્પેક્ટ પાવરહાઉસ સ્માર્ટફોન બનાવ્યો છે. આ ફોનને પાછલા વર્ષે ડિસેમ્બરમાં સૌથી પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપની હવે આને ભારતમાં લાવી છે. ભારતમાં આ ફોન વિશેષ રૂપમાં Amazon Indiaમાં મળશે. તે ઉપરાંત, આ ફોન Mi.com અને Mi હોમ સ્ટોર્સમાં પણ ઉપલબ્ધ હશે. શાઓમીએ પાછલા દિવસોમાં Redmi Note 5 અને Note 5 Pro ભારતીય બજારમાં લોન્ચ કર્યા છે. આ બંને ફોનને કસ્ટમર્સ વચ્ચે શાનદાર રિસ્પોન્સ મળી રહ્યાં છે.

શાઓમીના Redmi 5ની કિંમત 7,999 રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમત 2GB અને 16GB સ્ટોરેજવાળા વેરિએન્ટની છે. રેડમી 5માં ડ્યુઅલ સિમ છે. આ ફોન MIUI9 પર ચાલે છે. આ ફોનમાં 5.7 ઈચની HD+ ડિસ્પલે છે. ફોનમાં 18:9નો એક્સપેક્ટ રેશિયો છે. રેડમી 5માં 12 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનના ફ્રન્ટમાં 5 એમપીનો કેમેરો આપાવમાં આવ્યો છે.જ્યારે 3GB રેમ અને 32GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 8,999 રૂપિયા છે. જ્યારે 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિએન્ટવાળા ફોનની કિંમત 10,999 રૂપિયા છે. આ ફોન એક્સક્લૂસિવ રૂપમાં એમેજેનો ઈન્ડિયા, mi.com અને Mi હોમ સ્ટોર્સ પર 20 માર્ચથી મળશે.

Redmi 5 લોન્ચ સાથે ખાસ ઓફર રજૂ કરવામાં આવી છે. આ ઓફર 2,200 રૂપિયાના ઈન્સ્ટન્ટ કેશબેકની છે. ઓફર રિલાન્સ જિયોની તરફથી આપવામાં આવી રહી છે, તે ઉપરાંત આમાં 10GBનું એડિશનલ ડેટા પણ મળશે.

જો કોઈ ગ્રાહક અમેઝોન ઈન્ડિયા, Mi.com પર સ્ટેટ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે તો તેમને 5 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
First published: March 14, 2018, 7:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading