Xiaomiએ લોન્ચ કર્યા બે સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટર, એક વાર ચાર્જ કરવા પર ચાલશે 70 કિમી

News18 Gujarati
Updated: March 28, 2020, 10:19 PM IST
Xiaomiએ લોન્ચ કર્યા બે સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટર, એક વાર ચાર્જ કરવા પર ચાલશે 70 કિમી
શિયોમીના આ બંને સ્કૂટરની ડિઝાઈન એક જેવી જ છે

કંપનીએ 70mai A1 અને 70mai A1 Pro સ્કૂટર લોન્ચ કર્યા. તો જોઈએ તેની ફિચર્સ અને કિંમત વિશે.

  • Share this:
સસ્તા સ્માર્ટ ફોન માટે પોપ્યુલર કંપની શિયોમી હવે ઈલેક્ટ્રીક વ્હીકલ સેગમેન્ટમાં ઉતરી ગઈ છે. ગિજમોચાઈના પર છપાયેલા રિપોર્ટ અનુસાર, Xiaomi બે નવા સ્માર્ટ ઈલેક્ટ્રીક સ્કૂટર લઈ આવી છે. આને Xiaomiની સહયોગી કંપની 70maiએ રજૂ કર્યું છે. કંપનીએ 70mai A1 અને 70mai A1 Pro સ્કૂટર લોન્ચ કરવામાં આવશે. તો જોઈએ તેની ફિચર્સ અને કિંમત વિશે.

હાલમાં આ બંને સ્કૂટર ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. A1 સ્કૂટરની શરૂઆતની કિંમત 2999 ચીની યુઆન એટલે કે લગભગ 32 હજાર રૂપિયા છે, જ્યારે A1 Proની કિંમત 3999 યુઆન, એટલે કે લગભગ 42 હજાર રૂપિયા છે.

70mai A1 અને 70mai A1 Proના ફિચર્સ

ડિઝાઈનની વાત કરીએ તો, શિયોમીના આ બંને સ્કૂટરની ડિઝાઈન એક જેવી જ છે. આ બંને સ્કૂટર XiaoAI સ્માર્ટ વોઈસ આસિસ્ટન્ટથી સજ્જ છે. બેટરી સાઈઝ અને ફિચર્સના આધાર પર બંને મોડલ એક-બીજાથી અલગ છે. આ સ્કૂટરનું વજન માત્ર 55 કિલોગ્રામ છે.



શિયોમીના આ સ્માર્ટ ઈલેક્ટ્રીક સ્કૂટર્સમાં બ્રશલેસ ડીસી મોટર અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથ લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. બેટરીને સાડા 7 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે, એક વખત ફૂલ ચાર્જ કરવા પર A1 સ્કૂટર 60 કિમી અને A1 Pro 70 કિમી ચાલશે. તેમની ટોપ સ્ીડ 25 કિમી પ્રતિ કલાક છે.આ સ્માર્ટ ઈલેક્ટ્રીક સ્કૂટર્સનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 160mm છે. તેમાં 14 ઈંચ વેક્યુમ ટાયર, ફ્રન્ટમાં ડિસ્ક અને રિયરમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે. શિયોમીના આ બંને સ્કૂટરમાં 6.86 ઈંચની સ્માર્ટ સેન્ટ્ર કન્ટ્રોલ સ્ક્રીન છે, જેમાં XiaoAI સ્માર્ટ વોઈસ કન્ટ્રોલ સપોર્ટ મળે છે. આ ટચ ડિસપ્લે અને વોઈસ કમાન્ડ સપોર્ટ કરે છે. આ સ્ક્રીનમાં ક્રૂઝિંગ સ્પીડ, રિયલ-ટાઈમમાં બેટરી પાવર, બિલ્ટ-ઈન મ્યુઝિક, રેડિયો એપ, કોલ રમાઈન્ડર અને નેવિગેશન જેવી જાણકારીઓ પણ મળે છે.
First published: March 28, 2020, 10:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading