MWCમાં શિયોમીએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો ખાસિયત

News18 Gujarati
Updated: February 25, 2019, 4:14 PM IST
MWCમાં શિયોમીએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો ખાસિયત
MWC 2019માં શિયોમી Mi Mix 3 5Gને ઓછી કિંમતમાં લોન્ચ કર્યો છે

શિયોમીએ બાર્સિલોનામાં આયોજીત મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019 (MWC2019)માં તેનો પહેલો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: શિયોમીએ બાર્સિલોનામાં આયોજીત મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019 (MWC2019)માં તેનો પહેલો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપની તેના જૂના ફોનને નવા 5G વેરિએન્ટ સાથે રજૂ કર્યો છે. આ ફોનની સૌથી ખાસ વસ્તુ તેની કિંમત છે. માનવામાં આવે છે કે આ ફોન 5G હોવા છતાં ભારતમાં ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવશે. MWC 2019માં શિયોમી Mi Mix 3 5Gને ઓછી કિંમતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 599 યુરો (લગભગ 48,251 રૂપિયા) છે. જો ભારતમાં આ કિંમતે જ ફોન લોન્ચ કરવામાં આવશે તો તે 2019માં લોન્ચ થયેલા અત્યાર સુધીના 5G સ્માર્ટફોનમાં સૌથી સસ્તો સ્માર્ટફોન હશે.

Mi Mix 3 5G વેરિએન્ટમાં Xiaomiએ નવું સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપ્યું છે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન X50 મોડેમનો ઉપયોગ કરશે. જેનો અર્થ થયો કે Mi Mix 3 5G માત્ર 5G નેટવર્કને જ સપોર્ટ કરશે. શિયોમીએ દાવો કર્યો છે કે, Mi Mix 3 5Gમાં 2Gbps સુધી ડાઉનલોડ સ્પીડ મળશે.

આ પણ વાંચો: આ છે દુનિયાનો પહેલો 5 કેમેરાવાળો ફોન, જાણો કિંમત-ફીચર્સ

આમાં 6.39 ઇંચ ફુલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન લેટેસ્ટ MIUI 10 પર કામ કરે છે. ફોટોગ્રાફી માટે આમાં 12 મેગાપિક્સલ રિયર કેમેરા અને 2 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવ્યા છે. રિયર કેમેરામાં 960fps સ્લો મોશન અને AI ફીચર્સ પણ છે. સેલ્ફી માટે 24 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવ્યા છે. આનો ફ્રન્ટ કેમેરો Live Bokeh મોડને પણ સપોર્ટ કરે છે. પાવર માટે આમાં 3800mAhની બેટરી આપવામાં આવી છે. જે ક્વિક ચાર્જ 4+ને સપોર્ટ કરે છે.
First published: February 25, 2019, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading