હવે તમારો ચહેરો જોઇને ખુલશે તમારા ઘરનો ગેટ, Xiaomi લાવી રહ્યું છે સ્માર્ટ ડોર લૉક

હવે તમારો ચહેરો જોઇને ખુલશે તમારા ઘરનો ગેટ, Xiaomi લાવી રહ્યું છે સ્માર્ટ ડોર લૉક
શિયોમી ડૉર લૉક

શાઓમીના સ્માર્ટફોન પછી હવે હોમ એન્ટરટેનમેન્ટ હોમ સિક્યોરિટી સમેત અનેક હાઉસહોલ્ડ વસ્તુઓ બનાવાની પણ શરૂઆત કરી છે.

 • Share this:
  શિઓમી (Xiami) જલ્દી જ તમારા ઘરની સુરક્ષા માટે લાવી રહ્યું છે Smart Door Lock Pro. આ લૉકની ખાસિયતએ છે કે તે તમારો ચહેરો જોઇને જાતે જ ગેટ ખોલી આપશે. આમ આ નવો સ્માર્ટ ડોર લુક ફેસ રિકગ્રિશન ફિચરથી લેસ છે. જેમાં સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ચલો અમે તમને જણાવીએ આ યુનિક લોક અને તેના વધુ આકર્ષક ફિચર્સ વિષે.

  ઉલ્લેખનીય છે કે શાઓમીના સ્માર્ટફોન પછી હવે હોમ એન્ટરટેનમેન્ટ હોમ સિક્યોરિટી સમેત હાઉસહોલ્ડ વસ્તુઓ બનાવાની પણ શરૂઆત કરી છે. જેમાં સ્માર્ટ ડોર લોક પ્રો એક ખાસ પ્રોડક્ટ છે. અને તેમાં શિઓમી લોકોના ઘરને વધુ સુરક્ષિત બનાવાનો પ્રયાસ કરી રહ્યું છે.  આમ તો બજારમાં ફિંગર પ્રિન્ટ સેંસર અને પાસવર્ડ સાથે ખુલતા અનેક લોક માર્કેટમાં મળી રહ્યા છે. પણ શિઓમીનો આ સ્માર્ટ ડોર લોક એપ ફ્રંટ કેમેરાથી લેસ છે. જેમાં સૌથી પહેલા લોક સિસ્ટમ પર તે તમારા ચહેરાને સ્કેન કરશે. તેમાં એલાર્મ સમેત અન્ય ફિચર્સ પણ છે. જેની મદદથી તમે સ્માર્ટફોન પર નોટિફિકેશન આવશે કે કોઇ તમારો ગેટ તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ લૉક સાથે છેડછાડ કરશે તો પણ આ નોટિસ તમને આવશે.

  શિઓમી હાલ હોમ સિક્યોરિટી સેંગમેન્ટ 360 ડિગ્રી સિક્યોરિટી કેમેરાને પણ લૉન્ચ કરી ચૂકી છે. આ પહેલા કંપની એન્ટ્રી લેવલ, બજેટ, મિડ રેન્જ અને પ્રીમિયમ સ્માર્ટફોનની સાથે જ ટીવી, વાયરલેસ ઇયરફોન, જેકેટ, વોલિટ, શૂઝ, બેકપેક, ટૂથબ્રશ સમેત અનેક પ્રોડક્ટર લોન્ચ કરી ચૂકી છે. સ્માર્ટફોનની વાત કરીએ તો શિઓમી ભારતની નંબર વન કંપની છે જેણે આ વખતે પણ ભારતમાં મોટા પ્રમાણમાં તેના સ્માર્ટફોન વેચ્યા છે. જો કે ચોક્કસથી શિયોમી તેની સૌથી વધુ કમાણી સ્માર્ટફોન વેચીને જ કરે છે.

  પણ આ ઉપરાંત પણ તે અનેક યુનિક પ્રોડક્ટ જેમ કે આ સ્માર્ટ લોક બનાવે છે. આવા ઉપકરણો દ્વારા હવે તમારે ચાવી લઇ જવાની કે ચાવી ખોવાની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. અને બસ તમારો ચહેરો જોઇને આ ડોર લોક તમારા ઘરનો દરવાજો ખોલી દેશે. જો કે આની કિંમત શું હશે તે જાણવા માટે તમારે આ ડોર લૉકના લૉન્ચ થવાની રાહ જોવી પડશે.
  Published by:Chaitali Shukla
  First published:November 02, 2020, 21:08 pm

  ટૉપ ન્યૂઝ