શિયોમીએ ગયા અઠવાડિયે K20 Proને લોન્ચ કર્યો હતો, આ ફોનનો પહેલો સેલ ચીનમાં આ અઠવાડિયામાં રાખવામાં આવ્યો હતો. શિયોમીના સેલમાં આંકડાની જાહેરાત કરતા જાણકારી આપી છે કે રેડમી K20 Proના પહેલા સેલમાં 2 લાખ ફોન વેચવામાં આવ્યાં છે. શિયોમી અનુસાર કંપનીએ રેડમી K20 પ્રો ના 2 લાખ યૂનિટ્સ માત્ર એક કલાક અને 45 મિનિટમાં સેલ કર્યા છે.
રેડમી કે 20 પ્રોની પ્રોસેસર વિશે વાત કરીએ તો તેમા ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર છે. તે એડ્રેનો 616 જીપીયુને પણ સપોર્ટ કરે છે. ગેમિંગ પ્રોત્સાહન આપવા માટે શિયોમીએ નવુ સોફ્ટવેર Game Turbo 2.0 પણ આપ્યું છે.
ફોટોગ્રાફી માટે રેડમી કે 20 પ્રો માં પાછળના ભાગમાં ટ્રીપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 48-મેગાપિક્સલનો સોની IMX586 સેન્સર છે. સેકન્ડરી 13 મેગાપિક્સેલ અલ્ટ્રા વાઇલ્ડ એન્ગલ કેમેરો છે. અને થર્ડ ટેલીફોટો લેન્સ સાથે 8 મેગાપિક્સેલ યૂનિટ છે.
આ પણ વાંચો : આ સેલમાં અડધી કિંમતમાં SmartTV, AC ખરીદવાની તક
સ્માર્ટફોનમાં 4000 એમએએચ બેટરી પ્રદાન કરવામાં આવી છે. 27W ફાસ્ટ ચાર્જિંગને રેડમી કે 20 પ્રોમાં પણ ટેકો આપવામાં આવ્યો છે, જે 50 મિનિટની અંદર બેટરીને સંપૂર્ણપણે ચાર્જ કરશે.
આ પણ વાંચો: હવે લેન્ડલાઇન નંબર પણ થઇ શકશે બીજા નેટવર્કમાં પોર્ટ, જાણો નવો નિયમ
રેડમી કે 20ની કિંમત વિશે વાત કરીએ તો 6GB રેમ અને 64GB સ્ટોરેજની કિંમત 2499 યુઆન (લગભગ 25,000 રૂપિયા), 6GB રેમ અને 128GB સ્ટોરેજની કિંમત 2599 યુઆન (લગભગ 26,000 રૂપિયા), 8જીબી અને 128 જીબી સ્ટોરેજની કિંમત 2799 યુઆન (લગભગ 28000 રુપિયા) અને ટોપ વેરિએન્ટ 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 2999 યુઆન લગભગ 30000 રુપિયા રાખવામાં આવી છે.