ભારતમાં લોન્ચ થશે Xiaomiનાં બે ફોન, ચીનમાં કલાકમાં વેચાયા હતા લાખો ફોન

ભારતમાં Xiaomiનાં આ બંને ફોન 17 જુલાઇનાં રોજ લોન્ચ કરવામાં આવશે.

ભારતમાં Xiaomiનાં આ બંને ફોન 17 જુલાઇનાં રોજ લોન્ચ કરવામાં આવશે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: લાંબા સમયથી ઇન્તેઝાર થઇ રહેલાં Xiaomi નાં બે સ્માર્ટફોનની લોન્ચ ડેટ કન્ફર્મ થઇ ગઇ છે. ચીની સ્માર્ટફોન બનાવનારી કંપની Xiaomiએ આ વાતની પુષ્ટિ કરી દીધી છે. બારતમાં K20 અને K20 Pro 17ને જુલાઇ  મહિનામાં જ લોન્ચ કરવામાં આવશે. Xiaomi ઇન્ડિયાનાં ગ્લોબલ VP અને MD મનુ કુમાર જૈને ટ્વિટ કરીને આ વાતની માહિતી આપી હતી. મનુ કુમારે લખ્યું હતું કે, 'ઇન્તેઝાર પૂર્ણ થયો. 17 જુલાઇનાં Redmi K20 અને Redmi K20 Pro થી પડદો ઉઠી જશે.

  આ પણ વાંચો-40 ઇંચનાં LED Smart TV પર રૂ. 12 હજારની છૂટ, બસ 2 દિવસ બાકી

  K20 અને K20 Pro બંને ફોનમાં 6.39 ઇંચની ફૂલ એચડી પ્લસ AMOLEd પેનલ છે. જેમાં 19:5:9 આસ્પેક્ટ રેશિયો છે. તેમાં 91.9% સ્ક્રીન ટૂ બોડી રેશિયો શામેલ છે. Redmi K20 Proનાં પ્રોસેસરની વાત કરીએ તો તેમાં કોલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ Adreno 616 GPUને સપોર્ટ કરે છે. ગેમિંગ પરફોર્મન્સને બૂસ્ટ કરવા માટે શિયોમીએ નવાં સોફ્ટવેર ફીચર Game Turbo 2.0ને પણ આપ્યું છે.  ચીનમાં ધૂમ મચાવી ચૂકી છે K20 સીરીઝ
  Xiaomiએ K20 સીરીઝનાં બંને સ્માર્ટફોન્સને ચીનમાં પહેલાં જ લોન્ચ કરી દીધા છે. આ સ્માર્ટફોન્સ ખુબ જ ચર્ચામાં રહ્યાં છે. હાલમાં જ કંપનીએ કહ્યું કે, આ સીરીઝનાં ફોનને એક મહિનામાં 10 લાખ ફોન વેચવાનો આંકડો પાર કરી લીધોછે. Xiaomiનાં પ્રવક્તા Donvang Sungએ ટ્વિટ કર્યું છે કે, 'Mi ફેન્સ માટે સારા સમાચાર છે. પહેલાં જ મહિને Redmi K20 સીરિઝનાં સ્માર્ટ ફોન્સ 10 લાખ વેચાયા હતાં.'

  આ પણ વાંચો-JIOનો 102 રુપિયાનો પ્લાન, ખાસ આ લોકો માટે રહેશે ઉપલબ્ધ  તેમાં પહેલાં Xiaomiનાં સેલનાં આંકડાની જાહેરાત કરતાં કહ્યું હતું કે, આ સીરીઝે રેડમીનાં K20 પ્રો પહેલાં જ સેલમાં 2 લાખ યૂનિટ્સ વેચાઇ ગયા. શિયોમી મુજબ કંપનીએ રેડમી K20 પ્રોનાં 2 લાખ યૂનિટ્સ ફક્ત 1 કલાક અને 45 મિનિટમાં સેલ કર્યા હતાં. હવે જોવાનું એ રહેશે કે, આ બંને ફોન ભારતમાં કેટલાં પસંદ પડે છે.
  Published by:Margi Pandya
  First published: