શિયોમીની બંપર ઓફર, માત્ર 4 રૂપિયામાં જ આપી રહી છે. 45,000નું ટીવી અને નવ હજારના ફોન

News18 Gujarati
Updated: July 10, 2018, 4:19 PM IST
શિયોમીની બંપર ઓફર, માત્ર 4 રૂપિયામાં જ આપી રહી છે. 45,000નું ટીવી અને નવ હજારના ફોન
ફાઇલ તસવીર

ચીનની કંપની શિયોમીને ભારતમાં ચાર વર્ષ પૂરા થઇ ગયા છે. આ અવસર ઉપર શિયોમી ગ્રાહકો માટે બંપર ઓફર લઇને આવી છે.

  • Share this:
ચીનની કંપની શિયોમીને ભારતમાં ચાર વર્ષ પૂરા થઇ ગયા છે. આ અવસર ઉપર શિયોમી ગ્રાહકો માટે બંપર ઓફર લઇને આવી છે. કંપનીએ 10 જુલાઇથી ત્રણ દિવસ સુધી Mi4You સેલ શરૂ રક્યો છે. આ સેલમાં કંપનીએ માત્ર ચાર રૂપિયામાં પોતાના અનેક પ્રોડક્ટ્સ ઓપર કર્યા છે. આ સેલ 10- 12 જુલાઇ સુધી ચાલનાર છે. શિયોમી લગભગ પોતાની બધી પ્રોડક્ટ્સ ઉપર ડિસ્કાઉન્ટ આપી રહી છે.

શિયોમીની ચાર રૂપિયા વાળી ફ્લેસ સેલ 10-12 જુલાઇ ચાર જુલાઇ શરૂ થશે. આ સેલમાં અનેક પ્રોડક્ટ્સને માત્ર ચાર રૂપિયામાં જ ખરીદી શકાશે. એટલું જ નહીં saleમાં એક ગેમનું આયોજન પણ કરાયું છે. જે જીતવા પર Mi Mix 2, redmi Y2 અને અનેક પ્રકારની ભેટ આપવામાં આવશે. સાથે સાથે કસ્ટમર્સને આ સેલમાં કેટલીક કૂપન્સ પણ આપવામાં આવશે.

શિયોમીના આ સેલમાં તમે રૂ. 8,999 વાળો ફોન Redmi Y1ને માત્ર 4 રૂપિયામાં ખરીદી શકો છો. રૂ.14,999 વાળો Redmi Note 5 Proને પણ તમે માત્ર ચાર રૂપિયામાં ખરીદી શકો છો. Mi4You સેલમાં તમે રૂ.8,999 વાળો Redmi Y2 ફોનને માત્ર ચાર રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત Mi Band 2ને પણ તમે ચાર રૂપિયાની ખરીદી શકો છો.

સેલમાં તમે 55 ઇંચવાળા Mi LED સ્માર્ટ ટીવીને પણ ચાર રૂપિયામાં ખરીદી શકો છો. ટીવીની કિંમત રૂ.44,99 છે. Mi Body કંપોજિશન સ્કેલને પણ તમે આટલા જ રૂપિયામાં ખરીદી શકો છો. સેલમાંથી ખરીદી કરવા માટે જરૂરી છે કે , તમારી પાસે Mi Storeનું પર્સનલ એકાઉન્ટ હોય.
First published: July 10, 2018, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading