Home /News /tech /

Battery Technology: Xiaomi લોન્ચ કરી શકે છે દમદાર બેટરી ટેક્નોલોજી, મળશે 100 મિનિટનો વધારાનો પાવર

Battery Technology: Xiaomi લોન્ચ કરી શકે છે દમદાર બેટરી ટેક્નોલોજી, મળશે 100 મિનિટનો વધારાનો પાવર

બેટરીની નવી ટેક્નોલોજી (પ્રતીકાત્મક તસવીર)

Battery Technology: ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપનીએ Weibo પર પોસ્ટ કરી કે, તેની R&D ટીમ આ ટેક્નોલોજી પર કામ કરી રહી છે અને તેનો ઉપયોગ તેના સ્માર્ટફોનમાં આવતા વર્ષની શરૂઆતમાં થઈ શકે છે.

નવી દિલ્હી: શાઓમી (Xiaomi)એ હાલમાં જ નવી બેટરી ટેક્નોલોજી (Xiaomi’s New Battery Technology) જાહેર કરી છે. જે અંગે કંપનીએ દાવો કર્યો છે કે, આ બેટરી તેના સ્માર્ટફોન પર લગભગ 100 મિનિટ સુધી બેટરી બેકઅપ (Big Battery Back up) વધારશે. ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપનીએ Weibo પર પોસ્ટ કરી કે, તેની R&D ટીમ આ ટેક્નોલોજી પર કામ કરી રહી છે અને તેનો ઉપયોગ તેના સ્માર્ટફોનમાં આવતા વર્ષની શરૂઆતમાં થઈ શકે છે. શાઓમીનો દાવો છે કે, આ નવી ટેક્નોલોજીની મદદથી તેઓ બેટરીમાં સિલિકોન કન્ટેન્ટ (silicon Content) 3 ગણું વધારી શકશે અને તેમાં સ્ટોરેજ કેપેસિટીનું પણ ધ્યાન રાખવામાં આવશે.

વધારાની 10 ટકા બેટરી મળશે

આ ટેક્નોલોજી આવતા જ Xiaomi ફોનમાં પેકના કદમાં વધારો કર્યા વિના વધારાની 10 ટકા mAh બેટરી હશે. જે એક વખત ચાર્જિંગ બાદ 100 મિનિટ વધારાનો પાવર આપશે. પેકેજીંગ ટેક્નોલોજીમાં પણ સુધારો કરાતા જગ્યાની કાર્યક્ષમતામાં વધુ સુધારો થયો છે. પોસ્ટ સૂચવે છે કે Xiaomiએ ફ્લેટ પોઝિશનને બદલે PCM (પ્રોટેક્શન સર્કિટ મોડ્યુલ) ને 90-ડિગ્રી પર ગોઠવ્યું છે. જેથી સ્માર્ટફોન મેકરને થોડી સ્પેસ બચાવવામાં મદદ મળશે.

આ પણ વાંચો: Wireless charging: ભારતમાં મળતા ટોપ 10 વાયરલેસ ચાર્જિંગ સ્માર્ટફોન, Samsung, Apple સહિતની કંપનીઓના મોડલ સામેલ

ઓવરચાર્જની સ્થિતિમાં બેટરીની સુરક્ષા

Xiaomiએ નવી બેટરીને ફ્યુઅલ ગેજ ચિપથી પણ સજ્જ બનાવી છે, જે સલામતી અને સેલ્સની લાઇફને સુધારવા માટે આધુનિક અલ્ગોરિધમ્સ પર આધારિત હશે, જે રાત્રિ દરમિયાન ચાર્જિંગ મોનિટરીંગ કરે છે. જ્યારે હેન્ડસેટ ખૂબ લાંબા સમય સુધી પ્લગ ઇન હોય ત્યારે આ ઓવરચાર્જ્ડ સ્થિતિમાં બેટરીને થતા નુકસાનને ઘટાડે છે. આ ઉપરાંત બેટરી પેકમાં તાપમાનને નિયંત્રિત કરવા અને બેટરી ગરમ ન થાય તેની ખાતરી કરવા માટે કેટલાક વધારાના સેન્સર પણ હશે.

આગામી વર્ષે થઇ શકે છે લોન્ચ

આ પ્રકારની બેટરી આવતા વર્ષના બીજા ભાગમાં માર્કેટમાં આવી શકે છે. આશા છે કે Xiaomi આ નવી બેટરી ટેક્નોલોજી વિશે વધુ માહિતી જલદી જ પ્રદાન કરશે કારણ કે સત્તાવાર રોલઆઉટ પણ હવે નજીક છે.

આ પણ વાંચો: Top 10 fast charging phones: આ સ્માર્ટફોનના ફાસ્ટ ચાર્જર મિનિટોમાં બેટરી કરે છે ફૂલ ચાર્જ, જુઓ યાદી

કંપની માટે આ એક મોટું પગલું સાબિત થઇ શકે છે. કારણ કે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં મોટાભાગની સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ માટે બેટરી એક મોટો ફોકસ પોઈન્ટ રહ્યો છે. કંપનીઓ કાં તો વધુ mAh પાવર ઓફર કરવા માટે બેટરી પેકનું કદ વધારે છે અથવા ગ્રાહકોને આકર્ષવા માટે ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ચીન, મોબાઇલ, શ્યાઓમી, સ્માર્ટફોન

આગામી સમાચાર