ન્યૂઝ18 ગુજરાતી: શિયોમી તેના નવા ફોન Y3ને લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીએ તેના ટીઝરમાં તે કન્ફોર્મ કર્યું છે કે આવનારા ફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવશે. Xiaomiના ગ્લોબલ VP મનુ જૈને પણ આ ફોનના લોન્ચને લઇને ટ્વિટ કર્યું હતું. જેને જોતાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, Redmi Y3 સાથે Note 7 પણ લોન્ચ કરવામાં આવશે.
ટીઝરમાં જોઇ શકાય છે કે, આમાં સતત નંબર '7'નો ઉલ્લેખ કરાયો છે. સાથે જ ટ્વિટમાં Y સીરિઝના 7 મિલિયન શિપમેન્ટની વાત પણ કરાઇ છે.
જૈને ટ્વિટમાં આ પણ પૂછ્યું છે કે ‘Y 7? પઝલ સમજમાં આવી ગઇ છે તો રિટ્વિટ કરો’. આ વાતથી કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે, 24 એપ્રિલે Redmi Y3ની સાથે-સાથે Redmi 7 પણ લોન્ચ કરવામાં આવશે.
Redmi 7 સ્માર્ટફોન પહેલાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનમાં 6.26 ઇંચ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે, જેના કેમેરા સેટઅપમાં પહેલું સેન્સર 12 મેગાપિક્સલ અને બીજું સેન્સર 2 મેગાપિક્સલનું હશે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે.
7 Mn! 🎉
Generation Y loved everything about #Redmi Y series & this is a testament in itself.
We've shipped 7 Mn+ Y series phones since launch & this is going to be much much higher.
ઉલ્લેખનીય છે કે, ફોનને એન્ડ્રોઇડ Pie બેસ્ડ MIUI સાથે લોન્ચ કરી શકાય છે. કલર ઓપ્શનની વાત કરીએ તો સ્માર્ટફોનને બ્લેક, રેડ અને બ્લૂ કલર ઓપ્શન સાથે લોન્ચ કરી શકાય છે. પાવર માટે સ્માર્ટફોનમાં 4,000mAhની બેટરી આપવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે રેડમી 7 ભારતમાં કયા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર