Mi 12: લોન્ચ પહેલા જ લીક થઈ Mi 12 સિરીઝની કિંમત, આ તારીખે માર્કેટમાં આવશે
Mi 12: લોન્ચ પહેલા જ લીક થઈ Mi 12 સિરીઝની કિંમત, આ તારીખે માર્કેટમાં આવશે
શાઓમી 12 સિરીઝ
Xiaomi Mi 12 Series Launch: Mi 12ની કિંમત 3,699 CNYથી શરૂ થાય છે, તો પણ ભારતમાં ફોનની સંભવિત કિંમત રૂ. 50,000ની નજીક હોઇ શકે છે. Mi 12 સિરીઝ 28 ડિસેમ્બરે લોન્ચ થઈ રહી છે.
મુંબઈ: શાઓમી તેનો આગામી ફ્લેગશિપ (Xiaomi Flagship Phone) ફોન તૈયાર કરી રહ્યું છે અને તે Xiaomi Mi 12 સિરીઝ (Xiaomi Mi 12 Series Launch)નો ભાગ બનશે. આગામી Mi 12 વિશે પહેલેથી જ ઘણી આવી ચૂકી છે. તેમાં Qualcomm Snapdragon 8 Gen 1 પ્રોસેસર્સ હશે. હવે નવી માહિતી ફોનની કિંમતો (Mi 12 Series Price) વિશે સામે આવી છે. શાઓમી Mi 12ના બેઝિક વેરિઅન્ટની કિંમત 3699 CNY હશે. એટલે કે રૂ. 45,000 હશે.
જોકે, આ હાલ માટે એક અનુમાન છે. Mi 12 સિરીઝ 28 ડિસેમ્બરે લોન્ચ થવા જઈ રહી છે અને ત્યારે જ આપણને ચોક્કસ વિગતો મળશે. તેમજ તેના બેઝ વેરિઅન્ટ માટે Mi 12 ની કિંમત લગભગ 45,000 રૂપિયા છે. Mi 12 અલ્ટ્રાની કિંમત, ચોક્કસપણે વધારે હશે. એવી આશા છે કે Xiaomi ત્રણ Mi 12 ફોન લોન્ચ કરશે: Mi 12, Mi 12 Pro અને Mi 12 Ultra.
તેવી જ રીતે જો Mi 12ની કિંમત 3,699 CNYથી શરૂ થાય છે, તો પણ ભારતમાં ફોનની સંભવિત કિંમત રૂ. 50,000ની નજીક હોઇ શકે છે. Mi 12 સિરીઝ 28 ડિસેમ્બરે લોન્ચ થઈ રહી છે. તે આ ફોનને ગ્લોબલી લોન્ચ કરશે. ભારતમાં આવતા વર્ષે સંભવતઃ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં લોન્ચ થવાની સંભાવના છે.
Mi 12ની કિંમત વિશે લીક થયેલી માહિતી ચાઇનીઝ ટિપસ્ટર્સના હવાલેથી જાણવા મળી છે, જેણે ચીનની વેબસાઇટ Weibo પર આ વિગતો શેર કરી હતી. તેણે Mi 12ના હાર્ડવેર અને ફીચર્સ વિશેની માહિતી પણ શેર કરી છે.
શાઓમી Mi 12ના સંભવિત ફીચર્સ
લીક મુજબ 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથેના તેના બેઝ વેરિઅન્ટમાં Mi 12ની કિંમત CNY 3,699 (આશરે રૂ. 43000) હશે. જ્યારે તે જ ફોનના 256GB વેરિઅન્ટની કિંમત CNY 3,999 (લગભગ રૂ. 47000) હશે. લીકરે વધુમાં જણાવ્યું કે વધુ એક વેરિઅન્ટ 12GB RAM અને 256GB સ્ટોરેજ 0-ની કિંમત CNY 4,399 (લગભગ રૂ. 51,000) હશે.
Mi 12 સિરીઝના ફોન Xiaomiના ફ્લેગશિપ ફોન છે અને તેથી તેઓ ટોપ-ઓફ-ધ-લાઇન હાર્ડવેર સાથે આવશે. Mi 12નું બેઝ વેરિઅન્ટ 6.28-ઇંચની સ્ક્રીન સાથે આવી શકે છે, જ્યારે Pro અને Ultraમાં QHD રિઝોલ્યુશન સાથે મોટી ડિસ્પ્લે મળી શકે છે.
આ વર્ષે એવી આશા છે કે Xiaomi તેના નવા ફોનમાં કેમેરાને વધુ સારા બનાવશે. જ્યાં સુધી હાર્ડવેરની વાત છે, અફવાઓની માનીએ તો Mi 12 ફોન 50-મેગાપિક્સલનો પ્રાથમિક કૅમેરાનો ઉપયોગ કરશે. જે ઑપ્ટિકલી સ્ટેબિલાઇઝ્ડ લેન્સ સાથે જોડાયેલ છે. 13-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 3X ના અસરકારક ઓપ્ટિકલ ઝૂમ સાથે ઝૂમ લેન્સ કેમેરો પણ મળી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર