OMG: Xiaomiની આટલી લોકપ્રિયતા? સેલમાં વેચાયા 85 લાખથી વધુ સ્માર્ટફોન

News18 Gujarati
Updated: November 2, 2019, 10:36 AM IST
OMG: Xiaomiની આટલી લોકપ્રિયતા? સેલમાં વેચાયા 85 લાખથી વધુ સ્માર્ટફોન
આ ફોનના દીવાના છે લોકો, સેલમાં વેચાયા 85 લાખથી વધુ ફોન

શિયોમીએ બે દિવસીય તહેવારની સિઝન (Festival season sale)માં સેલ દરમિયાન 20 લાખથી વધુ ડિવાઇસનું વેચાણ કર્યુ હોવાનો દાવો કર્યો છે, તેણે 85 લાખથી વધુ સ્માર્ટફોન વેચ્યા છે.

  • Share this:
શિયોમી(Xiaomi)એ તહેવારની સિઝનમાં 28 સપ્ટેમ્બરથી 29 ઑક્ટોબરની વચ્ચે 20 લાખથી વધુ ડિવાઇસના વેચાણનો દાવો કર્યો છે. ગયા વર્ષની તહેવારની સિઝનમાં થયેલા વેચાણ કરતા કંપનીએ 40 ટકાનો વધારો નોંધાવ્યો છે.

શિયોમી(Xiaomi) ઈન્ડિયાના વડા અને ઑનલાઇન વેચાણના પ્રમુખ રઘુ રેડ્ડીએ જણાવ્યું હતું કે, શિયોમી માટે ઉત્સવની સિઝન હંમેશાં સૌથી મોટી ખરીદીની સિઝન રહી છે. અમે અમારા એમઆઇ ચાહકો સાથે આ ઉજવણી માટે સખત મહેનત કરીએ છીએ. '

કહેવામાં આવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કંપનીએ 85 લાખથી વધુ સ્માર્ટફોન વેચ્યા છે. આમાં રેડમી નોટ 7 સિરીઝનું વેચાણ સૌથી વધારે હતું. આ શ્રેણીમાં Redmi Note 7 Pro, Redmi Note 7 અને Redmi Note 7S સામેલ છે.

આ પણ વાંચો: જો તમે ઍન્ડ્રોઇડ યૂઝર છો તો આ WhatsApp ફીચર કરો અપડેટ

 Redmi Note 7 Pro 6 જીબી રેમ + 128 GB સ્ટોરેજ વેરિએન્ટનુ વેચાણ ભારતમાં 10 એપ્રિલે શરુ કરવામાં આવશે. આ જાહેરાત શિયોમીએ મંગળવારે કરી હતી. કંપનીએ એક દિવસ પહેલા જ તેનું વેરિએન્ટ ટીઝર જાહેર કર્યુ હતુ. રેડમી નોટ 7 પ્રો ના 6જીબી વેરિએન્ટનું વેચાણ આજે બપોરે 12 વાગ્યે Mi.com, Flipkart અને મી હોમ સ્ટોર પર શરુ કરવામાં આવશે. આ વેરિએન્ટને શિયોમીએ ફેબ્રુઆરીમાં રેડમી નોટ 7 પ્રોના 4 જીબી પેમ અને 64 જીબી સ્ટોરેજ મોડલ સાથે ઉતાર્યુ હતુ, પરંતુ અત્યાર સુધી વેચાણ માટે ઉપલબ્ધ ન હતુ.

નવો Redmi સ્માર્ટફોન બિલકુલ નવી 'Aura Design' સાથે આવે છે અને તેમાં વોટરડ્રોપ સ્ટાઇલ નોચ આપવામાં આવી છે. સ્માર્ટફોન Space Black, Neptune Blue અને Nebula Red કલર ઑપ્શનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.
Loading...

Redmi Note 7 Pro માં 48MP નો રિયર કૅમેરા આપવામાં આવ્યો છે. જેમાં Sony IMX586 ઇમેજ સેન્સર છે અને આ સાથે જ તેમાં 5MP નું ડેપ્થ સેન્સર પણ સામેલ છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 13MP નો ફ્રન્ટ કૅમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં 4,000mAh ની બેટરી આપવામાં આવી છે, જે ક્વોલકોમ ક્વિક ચાર્જ 4 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9 પાઇ બેસ્ટ MIUI 10 ની સાથે પ્રીલોડેડ આવે છે.



માહિતી અનુસાર શિયોમીએ વેચાણ દરમિયાન છ લાખથી વધુ એમઆઈ ટીવી પણ વેચી દીધી છે.


રેડ્ડીએ જણાવ્યું હતું કે અમારી ઉત્સવનું વેચાણ અપેક્ષાઓ આગળ વધી ગઇ છે, જ્યાં અમે અમારા પ્લેટફોર્મ પર 1.2 કરોડથી વધુ ડિવાઇસ વેચ્યા છે.


કંપનીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે શિયોમીએ 85 લાખથી વધુ ડિવાઇસીસ વેચ્યા હતા. પહેલા શિયોમીએ તહેવારની સિઝનના થોડા દિવસોમાં 53 લાખથી વધુ ડિવાઇસ વેચવાની જાહેરાત કરી હતી.
First published: November 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...